________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી વિનયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે અને આ ગ્રન્થમાં જિનાજ્ઞાવિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘની આગળ માફી માગું છું અને પશ્ચાત્તાપ કરું છું.
આ પુસ્તક બાળને ઘણું ઉપયોગી થઈ પડે એવું છે અને તેથી જેના બાળકને તે વાંચવા માટે ખાસ ભલામણ કરવામાં આવે છે. આ ગ્રન્થમાં જે કંઈ દેષ ભૂલ પંડિત પુરૂષને જણાય તો તેઓએ અમને સૂચના કરવી કે જેથી તેને તૃતીયાવૃત્તિમાં સુધારા કરવામાં આવશે.
इत्येवं ॐ अँह महावीर शान्तिः ३
લે. બુદ્ધિસાગર સુરિ. મુ. મહુડી (મધુપુરી) તાલુકે વિજાપુર,
વિ. ૧૯૮૧ માઘવદિ ૧૦ બુધવાર
For Private And Personal Use Only