________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકૅરિયને ચાર પ્રાણ, બેઇધિને છ પ્રાણ, ઇન્દ્રિયને સાત પ્રાણ, ચરિંદ્રિયને આઠ પ્રાણ, અસત્તીસંભૂમિને નવ પ્રાણુ, ત્યાં સંપૂર્ણ મપંચંદ્રિય તિર્યંચને નવ પ્રાણ; યદ્યપિ સંમૂર્ણિમ મનુષ્ય પણ અસંશોમાંહે છે, પરંતુ પ્રાણુ આથી સંમૂછિ મ મનુષ્યને સાત અથવા આડ પ્રાણ હોય અને સંસીગભ જયંસેંદ્રિય તિર્યંચ તથા મનુષ્ય, વળી દેવતા તથા નારકીને દશ પ્રાણ પૂરા હોય છે.
અજીવતાવ,
धम्माधम्मागासा, तियतियभेया तहेव अद्धाय खंधा देसपएसा, परमाणु अजीवच उदसहा.
અર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ ત્રણ વ્યના ખંધ, દેશ તથા પ્રદેશ, એમ ત્રણ ત્રણ ભેદ છે. પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. એ ત્રણ દ્રવ્યને ચૌદ રાજલક પ્રમાણુ બંધ કહેવાય છે. કાળદ્રવ્યના બંધ, દેશ, પ્રદેશ નથી. એમ દશ ભેદ થયા. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના ખંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એ ચાર ભેદ ગણતાં પાંચે અછવદ્રવ્યના ચૌદ ભેદ થાય છે.
ધર્માસ્તિકાય–ચલનસ્વભાવ ગુણું ધર્માસ્તિકાયનો છે, જેમ મસ્યના સંચારનું અપેક્ષાકારણું પાણી છે તેમ જીવને તથા પુગળને ગતિપણે પરિણમતાં જે અપેક્ષાકાર હોય તેને ધર્માસ્તિકાય કહે છે. જેમ જળવિના મસ્યો સંચાર થઈ શકે નહિ, તેમ ધર્માસ્તિકાયવિના જીવ અને પુગળ ચાલી શકે નહિ.
અધર્માસ્તિકાય–જેમ પંથીને વીસામો લેવાનેવિષે વૃક્ષાદિકની છાયા અપેક્ષા કારણ છે. તેમ જીવ તથા પુદ્દગળને સ્થિતિ પણે
For Private And Personal Use Only