________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં મરણ પામી. સ્નેહે કરી ક્ષય એવી રીતે કેકેઈક સાથે વાહીને પરદેશથકી તેને પતિ સાર્થવાહ આવ્યો તે વારે કઈ મિત્રે સ્નેહપરીક્ષા નિમિતે સાર્થવાહનું મરણ કહે છતે સ્ત્રી મરણ પામી. સ્ત્રીને મરણે સાર્થવાહ પણ મરણ પામ્યા. ભય
થકી શ્રીકૃષ્ણને દેખી સોમીલ મરણ પામ્યો. ૨ નિમિત્તથી આયુષ્ય તૂટે છે. દંડ, ચાબક, કેરડાદિકે કરી મરણ પામે, ૩ અત્યંત સરસ આહાર ઘણેજ ખાવાથી મરણ પામે. ૪ વેદના ને સધઘાતી શૂળાદિકની તેથી મરણ પામે. ૫ પરાઘાત તે ખાડામાં પડયાથકાં મરણ પામે. ૬ ફાસે એટલે સર્ષ, અગ્નિ, વિષ પ્રમુખના સ્પર્શથકી મરણ પામે. ૧૭ આણપાણું કહેતાં શ્વાસોશ્વાસ ઓછો વત્તો લેવાથી વા શ્વાસોશ્વાસ રૂંધન કર્યાથકી મરણ પામે.
એ સાતે કારણે સોપક્રમ આયુષ્ય ઘટે છે નિરૂપક્રમ તો કદાપિ ઘટતું નથી. તેમજ એ ઉપક્રમ છે તે અંધકાચાર્યના શિષ્ય સરખા કેટલાએક ચરમશરીરીને સંભવે છે તથા શ્રીકૃષ્ણનું બાહ્ય ઉપક્રમે આયુષ્ય પૂર્ણ થયું હતું પરંતુ અંતરંગ વિચારતાં નિરૂપમ એટલું જ આયુષ્ય હતું, તે માટે સોપક્રમ નહતું.
સર્વ જીવને પર્યાતિ કહે છે. आहारसरीरिंदय, पज्जत्ती आणपाण भासपणे; चउ पंच पंच छप्पिय, इग विगला सन्नि सन्नीणं.
અર્થ આહાર પ્રમુખના પુગળગ્રહણપરિણમનહેતુ જે આત્માની શક્તિ તેને પર્યાપ્તિ કહે છે. પ્રથમ આહારપર્યાપ્તિ, બીજી શરીર૫ર્યાપ્તિ, ત્રીજી ઈદ્રિયપર્યાપ્તિ. ઈહાં ગાથામાં એ ત્રણની પછી ચાલે જે પર્યાપ્તિ શબ્દ કહ્યો છે તેનું કારણ એ છે કે, કોઈ જીવ અપ
For Private And Personal Use Only