________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમભૂલાયકી ૭૮૦ એજન ઉપર તારા છે.
સમભૂતલાથી ૮૮૮ પેજને બુધ નામ ગ્રહ છે. ૮૯૧ જન ઉપર શુક્ર ગ્રહ છે. ૮૮૪ જન ઉપર બહસ્પતિ નામા ચડ છે. ૮૯૭ જન ઉપર મંગળ ગ્રહ છે. ૯૦૦ જિન ઉપર શનિ નામા ગ્રહ છે.
મેરૂપર્વતથકી અગિયારસ એકવીશ યોજના છે. જ્યોતિષીચક્ર ચાલે છે. તે મનુષ્યક્ષેત્રમાંહે ચાલે છે.
જોતિષીઓનાં સર્વ વિમાન સ્ફટિકરતમય હોય છે. લવણમુદ્રમાં જ્યોતિષીનાં વિમાન છે તે ઉદકાટિકારત્નમય છે કેમકે લવ
સમુદ્રની શિખા દશ હજાર યોજન પહોળી અને સેલ હજાર યોજન ઉંચી છે. અને જ્યોતિષોનાં વિમાન તે નવસે યોજન ઊંચાઈમાં તે સર્વ શિખામાંહે ચાલે છે. પણ ઉદસ્ફટિકરના પ્રભાવે કરી પાણી ફાટીને મોકળું થઈ જાય છે તેથી વિમાનને પાણીમાંહે ફરવાને હરત આવતી નથી, તેમજ વિમાનમાં પાણી પણ ભરાતું નથી એમ સૂર્યપ્રજ્ઞપ્તિનિર્યુક્તિકાર કહે છે.
મનુષ્યક્ષેત્રને વીંટી રહેલ સુવર્ણમય ૧૭૨૨ યોજન ઊંચો માનુષ્યોત્તર પર્વત છે. ત્યાં સુધી મનુષ્યનું જન્મમરણ થાય છે. પણ તેથી બહાર મનુષ્યનું જન્મમરણ થતું નથી, કદાપિ કોઈ દેવતા પૂર્વ ભવના વૈરથી અઢીદ્વીપ બહાર ઉપાડી લઈ જાય અથવા ગર્ભિણી ત્રીને લઈ જાય પરંતુ ત્યાં જન્મમરણ ત્રિકાળે થાય જ નહીં.
વિદ્યાચારણ તથા જંઘાચારણ નંદીશ્વર તથા રૂચકદીપે જાત્રા કરવા સારૂ જાય છે ખરા, પણ તે મનુષ્યલોકમાંહે પાછા આવીનેજ ભરે. તે માટે મનુષ્યક્ષેત્ર નામ સાર્થક છે.
For Private And Personal Use Only