________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુશીથી સેવા કરે તે), ૪ કપ્રિય ( દાન શીળ વિનય વગેરે ગુણેથી લેકના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનાર ), ૫ અક્રર (મનમાં કલેશ નહિ રાખનાર ). ૬ ભીરૂ (પાપથી અને અપયશથી ડર રાખનાર), ૭ અશઠ ( કાઈને નહિ ઠગનારે ), ૮ સુદાક્ષિણ્ય (કોઇની પ્રાર્થનાને ભંગ નહિ કરનાર), ૮ લજજાળુ (મનમાં હારમ હોવાથી ખોટાં કાર્યને વર્જનાર ), ૧૦ દયાલું, ૧૧ મધ્યસ્થ, ૧૨ ગુણરાગી અને નિર્ગુણીની ઉપેક્ષા કરનારે, ૧૩ સથ (ધર્મકથાને રાગી ), ૧૪ સપક્ષયુક્ત ( જેને પરિવાર શીલવંત અને વડીલની આજ્ઞાનુસાર ચાલનાર હોય ), ૧૫ સુદીર્ધદશ (દીર્ઘદ્રષ્ટિવાળો), ૧૬ વિશેષજ્ઞ (વસ્તુધર્મને યથાર્થ રીતે સમજનારે ), ૧૭ વૃદ્ધાનુગ ( ગુણવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધની સેવા કરનારે તથા તેમના કહેવા પ્રમાણે ચાલનારે ), ૧૮ વિનીત (ગુણુને વિનય કરનાર), ૧૮ કૃતજ્ઞ (કરેલ ઉપકારને નહિ ભૂલનાર ), ૨૦ પરહિતાર્થકારી (પરનું હિત કરનાર ), ૨૧ લબ્ધલક્ષ (ધર્મકયમાં જેને સારી શીખામણ લાગેલી છે એ).
આ પ્રમાણે એકવીશ ગુણોએ કરીને યુક્ત જિનાજ્ઞાને હૃદયને વિષે ધારણ કરી જિનાજ્ઞાનુસાર વર્તનારને શ્રાવક કહીએ. તેણે રૂડે આચાર કેમ પાળ તે કહે છેઃતે પાછલી રાત્રે પહેર રાત્રિ શેષ રહે ત્યારે નિદ્રાનો ત્યાગ કરી નવકારમંત્રનું સ્મરણ કરવું. નિદ્રા વિશેષ લેવી નહિ. સવારમાં મેડા ઉઠવાથી બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનની હાનિ થાય છે માટે વહેલા ઉઠવું. નવકારમંત્રનું સ્મરણ કરતા શાનેવિષે બેસી કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉપયોગ કરે કે હું શ્રાવક છું કે બીજો કોઈ છું ?
For Private And Personal Use Only