________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ દંપરિસહ–-ઉષ્ણકાળ પછી વર્ષાકાળ આવે તે વખતે ડાંસ
મછરાદિક બહુ થાય, તે જ ડંક મારે, કરડે, તો પણ તે રૂડી રીતે સહન કરે. ૬ અચેલક પરિસહ–આગમમાં જે જે વસ્ત્ર રાખવાનું પ્રમાણ કહ્યું
છે તે પ્રમાણે રાખવાથી જે દુઃખ વેઠવું પડે તે રૂડી રીતે સહન કરે તેને અચેલ પરિસહ કહે છે, સાધુને ફાટેલું, અલ્પ મૂલ્યનું અને જૂનું વસ્ત્ર છતાં કલ્પનીય વસ્ત્ર ન મળે તથાપિ
મનમાં દીનતા ન ધરે. ૭ અરતિપરિસહ–સાધુને સંયમમાં વિહાર કરતાં અરતિ ઉપજવાનાં કારણ બને તેને રૂડી રીતે સહન કરે તેને અરતિપરિસહ
૮ સ્ત્રીપરિસહ–-સંયમમાર્ગ પાળતાં છતાં સ્ત્રીનાં અંગોપાંગ નીર
ખતાં વિકારબુદ્ધ થાય તેને સભ્યપ્રકારે રૂડી ભાવનાએ સહન કરે. ઈત્યાદિને સ્ત્રીપરિસહ કહે છે. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં બેડી
સમાન જાણે. ૯ ચર્ચાપરિસહ–એક સ્થાનકે રહેતાં છતાં ઘણા મનુષ્ય સાથે રાગ બંધાય, આળસ્ય થાય, સ્ત્રીઉપર અનુરાગ થાય, તેમાટે એક સ્થાનકે ન રહે. આળસરહિત ગામ, નગર, કુળાદિકને વિષે વિહાર કરે તેને દ્રવ્યથી ચર્યા કહે છે. એક સ્થાનકે માકપાદિક રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વરહિતપણું અંગીકાર કરવું તેને ભાવચર્યા કહે છે ચર્યામાં થતું દુઃખ સહવું તે ચર્યાપરિવહ છે. નૈધિક પરિસહ–શૂન્ય ઘર, સ્મશાન, સપબિલ, સિંહની ગુફામાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેતાં વિચિત્ર ઉપસર્ગ થયે છતે માઠી ચેષ્ટા ન કરવી તેને નષેધિકપરિસહ કહે છે. અથવા કોઈ ઠેકાણે નિષદ્યા
For Private And Personal Use Only