SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) સૂક્ષ્મ વ્યાખ્યા છે તેટલી અન્ય ધર્મનાં પુસ્તકામાં જણાતી નથી. જૈનધર્મમાં કેટલીક બાબતનાં અમુક માઅતે સંબંધી મત પડેલા છે તે પાછળના આચાર્યોના વખતમાં પડ્યા છે. અને આચાર્યો તે સર્વજ્ઞ નહીં હાવાથી તેઓમાં અમુક વસ્તુસંબંધી જ્ઞાનમાં ફેર આવી શકે તેથી કંઈ સર્વજ્ઞ કથિત આગમ તત્ત્વામાં વિરાધ આવતા નથી. વેદમાં તે તત્ત્વાની બાબતમાં ભિન્ન ભિન્ન માન્યતાઓને લીધે તત્ત્વામાં વિરોધ આવવાથી સર્વજ્ઞ કથિત વેદ, સિદ્ધ થતા નથી. અને તેમજ વેદના આધારે સર્વજ્ઞઈશ્વર પણ કોઈ સિદ્ધરતા નથી, જગૉ તરીકે જે ઈશ્વર વેદ્વારા સિદ્ધ કરવામાં આવે છે તેમાં ઉપર પ્રમાણે દાષાના આરોપ તથા ન્યાયના વિરોધ આવવાથી જગતકોં ઈશ્વર સિદ્ધ ઠરતા નથી. જગત્કર્તૃત્ત્વ ધર્મવિનાના વીતરાગ સર્વજ્ઞપરમાત્મા માનશેા તે જૈનધર્મમાં પ્રવેશ થશે. સર્વજ્ઞ વીતરાગકથિત જૈનધર્મનાં તત્ત્વામાં કાઈ જાતના વિરોધ આવતા નથી. સાપેક્ષપણે સર્વ ધર્મોના જૈનધર્મમાં સમાવેશ થાય છે અને અન્ય ધર્મમાં કથિત અસત્તત્ત્વનું નિવારણ થાય છે. આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિયેા ખીલવવાના સમ્યગ્ ઉપાય, જૈનધર્મમાં સર્વજ્ઞ વીતરાગે દર્શાવ્યા છે માટે જૈનધર્મ, સર્વજ્ઞકથિત સિદ્ધ છે. પ્રશ્ન-સર્વજ્ઞ પરમેશ્વર એવા કોઈ હાય છે કે જેના ઉપદેશેલા ધર્મ સત્ય હોય ? અને જો તે હેાય તે તે સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ શું છે ? ઉત્તર્—સત્ય ઉપદેષ્ટા, વીતરાગ પરમેશ્વર હાય છે, અને તત્કથિત જૈનધર્મ છે. વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ હાવાથી સર્વ પદાર્થોને પરિપૂર્ણપણે જાણે છે, તેમના કેવલજ્ઞાનમાં લોકાલોકના ભાસ થાય છે. વીતરાગ પ્રભુ સર્વજ્ઞ છે તે જેવું દેખે છે તેવું કહે છે. કહ્યું છે કે, જોજ. सर्वशो जितरागादि-दोष स्त्रैलोक्यपूजितः ॥ यथास्थितार्थवादीच, देवोऽर्हन् परमेश्वरः ॥ १ ॥ ભાવાર્થ.—પરમેશ્વર અરિહંત (અર્જુન) દેવ છે, તે સર્વજ્ઞ છે. રાગાદિ દાષના ક્ષય જેણે કર્યો છે એવા છે. ત્રણ લેાકથી પૂજાયલા છે, યથાસ્થિતાર્થ વક્તા છે. અર્જુન્દેવ (અરિહંતદેવ ) અષ્ટાદશ દોષથી રહિત હાય છે, અને ખાર ગુણે વિરાજમાન હેાય છે. તીર્થંકર, અરિહંત, અરૂહંત, અરહંત, જિનેશ્વર, જિનેન્દ્ર, જિનપતિ, અર્જુન એ સર્વે અર્જુન દેવનાં નામ જાવાં. પૂર્વ ત્રીજા ભવમાં જેણે વીશ સ્થાનકમાંથી ગમે For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy