________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
એમ છે તા ઈશ્વરની જ્ઞાનપ્રેરણા નિત્ય કહેતાં જ્યાં ત્યાં તે પ્રેરણાના સ્વીકાર માનવા જોઇએ, અને એમ માનતાં અમુકમાં પ્રેરણા સત્ય અને વિરોધીઓમાં થતી પ્રેરણારૂપ ક્રિયા અસત્ય છે એમ તમારાથી નિર્ણય થઈ શકશે નહીં અને તેથી ઈશ્વરની પ્રેરણા સદાકાલ હોવાથી કાઇ પણ પુરૂષની માન્યતા ઈશ્વરજ્ઞાનથી રહિત છે એમ કહી શકાશે નહીં. કારણ કે ઈશ્વરીય જ્ઞાનરૂપ પ્રેરણાને વ્યાપક, નિત્ય રહેવાવાળી તથા ક્ષક્ષણુપ્રતિ સ્વભાવેજ ક્રિયા કરવાવાળી માનેા છે. તેથી અંગિરા, વાયુ વગેરેને પ્રેરણા થઈ અને અન્યને ન થઇ એમ કદાપિ કહી શકાશે નહીં, અને કાનું કહેવું સત્ય છે તેનેા પણ નિર્ણય થઈ શકશે નહીં. સદાકાલ પ્રેરણાના સદ્ભાવ માન્યાથી ઈશ્વરીય જ્ઞાનની પ્રેરણાને સ્વાભાવિક કહેશે તે પૂર્વોક્ત દાષા આવવાથી પ્રેરણાની સિદ્ધિ થશે નહીં. ઈશ્વરીય પ્રેરણાને વિભાવિક કહેશે તે ઈશ્વરના જ્ઞાનમાં વિકારદાષના આરાપ આવે છે. અને વિભાવિકપ્રેરણામાં અન્યના સંસર્ગ માનતાં ઈશ્વરીય જ્ઞાનની મલીનતાને પ્રસંગ આવે છે. તેમજ ઈશ્વરીય જ્ઞાનપ્રેરણાને વિભાવિક માનતાં ઈશ્વરની નિત્યતા ઉડી જાય છે. આ પ્રમાણે જ્ઞાનપ્રેરણાસંબંધી વિ કલ્પા કરતાં અનેક વિરોધો ખડા થાય છે માટે ઈશ્વરે વાયુ, અંગિરા વગેરેના આત્મામાં જ્ઞાનની પ્રેરણા કરી તે વાત અસત્ય કરે છે. વેદધર્મસબંધી તત્ત્વમાન્યતાએ આ પ્રમાણે પરસ્પર વિરોધવાળી હેડવાથી સર્વજ્ઞનું રચેલું તે પુસ્તક સિદ્ધ થતું નથી. ડોક્ટર મેાક્ષમુલર તે કહે છે કે વેદ, ઋષિયાના બનાવેલા છે. અને તેના કાલ ત્રણ હજાર વર્ષ લગભગના છે. કદાપિ માના કે તે ઘણા પ્રાચીન છે તેપણ તેના કર્તા સર્વજ્ઞ પરમેશ્વર સિદ્ધ થતા નથી.
પ્રશ્ન—જેનામાં પણ ત્રણ પન્થા છે અને તેની માન્યતા જુદી છે ત્યારે જૈનાગમના કર્તા પણ સર્વજ્ઞ શી રીતે કરી શકે?
ઉત્તર—જૈનાના ત્રણ ફીરકાઓ છે પણ તેમાં ષટ્દ્રવ્ય, ગુણુપર્યાય, સાતનય, સપ્તભંગી, નવતત્ત્વ, આત્મા, પરમાત્મા, જગત્સ્વરૂપ, કર્મસ્વરૂપ, મુક્તિસ્વરૂપ, વગેરે મુખ્ય તત્ત્વામાં એકસરખી સામાન્યતઃ માન્યતા છે. કેટલીક ક્રિયાઓ વગેરે ખાતેામાં ભિન્નતા છે. સર્વજ્ઞનાં કહેલાં તત્ત્વામાં કોઈની જુદી માન્યતા નથી. અને તે તત્ત્વામાં કોઈ જાતના વિરાધ આવતા નથી, તેથી તે સર્વજ્ઞ કથિત છે. સૂક્ષ્મતત્ત્વનું સ્વરૂપ, સર્વજ્ઞ વિના અન્ય કહી શકેજ નહીં. જૈનશાસ્ત્રોના માધ્યસ્થાષ્ટિથી અભ્યાસ કરે છે તેઓ મુક્તકંઠથી કહે છે કે, આવા સૂક્ષ્મતત્ત્વાની પ્રરૂપણા કરનાર સર્વજ્ઞ હાવા જોઇએ. . તત્ત્વાસઅંધી જૈનાગમામાં જેટલી
For Private And Personal Use Only