________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પ્રશ્ન—આ ચોવીશીમાં છેલ્લા તીર્થંકર કાણુ થઈ ગયા અને તેમની પૂર્વે કયા તીર્થંકર હતા.
ઉત્તર—આ ચેાવીશીમાં છેલ્લા તીર્થંકર શ્રીમહાવીર હતા તે ત્રિશલા ક્ષત્રિયાણી અને સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા. તેઓનું જન્મગામ ક્ષત્રિયકુંડ નગર હતું-ત્રેવીસમા તીર્થંકર શ્રીપારવનાથ પછી તે અઢીસે વર્ષ વિત્યાબાદ થયા હતા–
પ્રશ્ન-ભગવાન મહાવીર સ્વામીના સમયમાં બૌદ્ધધર્મ સ્થાપક ગૌતમમ્રુદ્ધ વિદ્યમાન હતા કે ?
ઉત્તર—હા—શ્રીમહાવીરના સમયમાં ગૌતમયુદ્ધ પણ જુદે જુદે ઠેકાણે ઉપદેશ આપી ઘણા મનુષ્યોને પેાતાના ભક્તો બનાવતા હતા અને જુદા ધર્મ સ્થાપન કરતા હતા.
પ્રશ્ન—ગૌતમબુદ્ધ અને મહાવીર કથિત ધર્મ જુદા જુદા છે ત્યારે હાલ કેટલાક લોકો જૈનધર્મ એ બૌદ્ધધર્મના ફાંટા છે એમ કેમ કહે છે-? તેનું શું કારણ?
ઉત્તર—જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ બે જુદા જુદા ધર્મ છે પણ કેટલાક યુરેપિયન વિદ્વાના કે જેએ જૈન સૂત્રોથી અજાણ્યા હતા તેઓએ તથા સ્વામી દયાનન્દસરસ્વતિજીએ પેાતાના લેખમાં જૈન ધર્મ એ ધર્મમાંથી નીકળેલા ફાંટા છે એમ જણાવ્યું હતું. પણ હાલ તે સંબંધી વિદ્વાનેાએ ચર્ચા કરી સાબીત કર્યું છે કે જૈનધર્મ અને ઔધર્મ એ એ ભિન્ન ભિન્ન ધર્મ છે–જૈનાના સિદ્ધાંતા પરિપૂર્ણ વાંચ્યાવિના અન્ય વિદ્વાનાએ ભૂલ કરી હતી. ઔદ્ધના કેટલાક ગ્રન્થામાં ગૌતભજી પાતાના શિષ્યાને કહે છે કે જ્ઞાતપુત્ર મહાવીર ઘણી તપશ્ચર્યાં કરે છે અને તપશ્ચર્યાં વગેરેના મારાથી ભિન્ન ઉપદેશ આપે છે—તે પુરાવા પણ સાબીત કરે છે કે બન્નેના ઉપદેશા ભિન્ન ભિન્ન છે—મહાવીર સ્વામીએ કહેલાં તત્ત્વાને ગૌતમબુદ્ધ માનતા નથી. આકાશ અને પાતાળ જેટલા જૈનધર્મ અને ઔધર્મના તત્ત્વામાં તફાવત છે તેથી જૈનધર્મ અને બૌદ્ધધર્મ એક કહેવાય નહીં-તે સમયમાં શ્રી મહાવીર અને ગૌતમયુદ્ધનાં જુદાં જુદાં ચેામાસાં થએલાં છે અને તે હકીકતને પુરવાર કરનાર ગ્રન્થા હયાત છે માટે જૈનધર્મ એ બૌદ્ધધર્મના ફાંટા કહેવાય નહીં. જૈનધર્મ એ તેનાથી જુદા ધર્મ છે.
પ્રશ્ન—જૈનધર્મ ક્યારથી શરૂ થયાઅને મિથ્યાત્વધર્મ કયારથી
શરૂ થયા.
For Private And Personal Use Only