________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૧ )
થાય છે. શ્રાવકધર્મ અને સાધુધર્મની આરાધના કરવાથી કમૅના નાશ થાય છે.
પ્રશ્ન-પુણ્ય, પાપકર્મની અસ્તિતા અન્ય કયા કયા ધર્મવાળાઓ માને છે? અને તેના કેટલા ભેદ પાડે છે?
ઉત્તર—સનાતન વેદાન્તિયા, આર્યસમાજી વગેરે હિંદુધર્મવાળાઆ કેટલાક અંશે પુણ્ય અને પાપને સ્વીકારે છે. પ્રારબ્ધ, સંચીયમાન અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્મ સ્વીકારે છે. તેઓ પુનર્જન્મ સ્વીકારે છે. દયા, દાન વગેરેને પણ મિથ્યાદષ્ટિપણામાં સ્વીકારે છે અને તેથી તે લેાકેામાંથી કેટલાક માધ્યસ્થ દૃષ્ટિવડે પતંજલિની પેઠે માગાનુસારિપણાના સન્મુખ થાય છે. આજ કારણથી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકથી તે ઉપરના ગુણુઠાણે ચઢવાને યોગ્ય થઈ શકે છે. કેાઈ માયા, સાંખ્ય પ્રકૃતિ, મુસમાન કિસ્મત વગેરેને કર્મના નામથી આળખે છે. જો કે અન્ય ધર્મવાળાએ જૈનશાસ્ત્રમાં જેવું કર્મનું સ્વરૂપ શું છે તેવું જાણુતા નથી તે પણ તે અમુક અંશે અસમ્યક્પણે પણ કર્મને સ્વીકારે છે. તેમાંથી માર્ગાનુસારના ગુણા જે પ્રાપ્ત કરે છે તેઓ મિથ્યાત્વગુણુ સ્થાનથી ઉપર ચઢે છે. ઈશ્વર જગત્ના કત્તા છે, કર્મ પ્રમાણે ઈશ્વર સુખદુઃખ આપે છે, વગેરે તેઓ મિથ્યાદષ્ટિપણાથી માને છે. તેઓની તે ભૂલ પૂર્વે સારી રીતે જણાવી છે.
પ્રશ્ન—પુણ્ય શાથી બંધાય છે અને પાપ શાથી અંધાય છે ?
ઉત્તર—સાધુ તથા સાધ્વીએ વગેરેને અન્ન-પાણી-વસ્ત્ર-વસતિ–શય્યા, ઔષધ આદિ આપવાથી પુણ્યબંધ થાય છે. સર્વ જીવાની મન, અને વચન અને કાયાથી દયા રક્ષણઆદિ કરવાથી પુણ્યબંધ થાય છે. સત્ય, ચોરીના ત્યાગ, બ્રહ્મચર્ય, તપ, જપ, સાધુઓને નમસ્કાર, દેવ ગુરૂતીથૅની ભક્તિ, અને પ્રશસ્ય કષાય વગેરેને પ્રશસ્ય યાગથી સેવતાં પુણ્યબંધ થાય છે. જીવાની હિંસા, જૂઠ, ચારી, વ્યભિચાર, પરિગ્રહમમતા, મિથ્યાત્વ પરિણામ, અપ્રશસ્યકષાય, અપ્રશસ્તયોગ, દેવ ગુરૂ ધર્મની નિન્દા, પાપધર્મના ઉપદેશ, મિથ્યાત્વધર્મની પ્રરૂપણા અને જૈનધર્મના દ્વેષ વગેરેથી પાપના અંધ થાય છે. શુભ અને અશુભ પરિણામની તીવ્ર મન્દ ધારા પ્રમાણે પુણ્ય અને પાપના મીઠો અને કડવા રસ બંધાય છે અને તે પ્રમાણે વિપાકાદયથી ભાગવવા પડે છે. પુણ્યપાપના ચાર ભંગ છેઃपुण्यानुबन्धि पुण्य, पापानुबन्धि पुण्य, पुण्यानुबन्धि पाप अने पापानुबन्धि पाप.
પ્રશ્ન—પુણ્યથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે અને પાપથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે, અને પુણ્ય પાપના નાશ થતાં ફઈ ગતિ પ્રાપ્ત થાય છે?
For Private And Personal Use Only