________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) જ અસુર રાજા છે. બે જાજરૂપ હેવાથી આસવમાં બેન સમા વેશ થાય છે.
પ્રશ્ન-નવ તત્વ અગર સાત તત્વને પદ્ધવ્યમાં કેવી રીતે સમાવેશ થાય છે?
- ઉત્તર–જીવતત્વ તે છવદ્રવ્યજ છે. અજીવતત્ત્વને ધર્માસ્તિકાય વગેરેમાં સમાવેશ થાય છે. આત્માના પ્રદેશને લાગેલાં શુભ પુદ્ગલ સ્કંધરૂપ પુણ્યને પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે અને આત્માના મહિનામરૂપ પુણ્યને વ્યવહાર નથી છવદ્રવ્યમાં સમાવેશ થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોને લાગેલાં અશુભ પુલ સ્કંધરૂપે પાપને પુલદ્રવ્યમાં સમાવેશ થાય છે અને આત્માના અશુભ પરિણામરૂપ પાપન વ્યવહાર નથી છવદ્રવ્યમાં સમાવેશ થાય છે. આસવતત્ત્વનું પુણ્ય અને પાપતત્ત્વની પેઠે સમજવું. સંવરતત્વને નિશ્ચયથી આત્મદ્રવ્યમાં સમાવેશ થાય છે. નિર્જરાતનો નિશ્ચયથી આમદ્રવ્યમાં સમાવેશ થાય છે. વધારાને પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. આત્માનો શુદ્ધપયોયરૂપ મોક્ષ હોવાથી તેને જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે. આ સંબંધી વિશેષ સ્વરૂપ સૂત્રો તથા ગુરૂગમથી સમજી લેવું. જીવના ૧૪ ભેદ, અજીવના ૧૪ ભેદ, પુણ્યના બેતાલીસ, પાપના ખાસી, આસવના બેતાલીશ, સંવરના સત્તાવન, નિર્જરાના બાર અને મોક્ષ તત્વના નવ ભેદ છે.
પ્રશ્ન–આઠ પ્રકારનાં કર્મના ભેદે કેટલા છે?
ઉત્તર–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ કર્મની એકસે અઠ્ઠાવન પ્રકૃતિ છે. જ્ઞાનવરણીયની પાંચ પ્રકૃતિ, દર્શનાવરણયની નવ પ્રકૃતિ, વેદનીય કર્મના બે ભેદ, મેહનીય કર્મના અઠ્ઠાવીશ ભેદ, આયુષ્ય કર્મના ચાર ભેદ, નામકર્મના એકસો ત્રણ ભેદ, ગોત્રકર્મના બે ભેદ અને અન્તરાય કર્મના પાંચ ભેદ એમ સર્વ મળી આઠ કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિ જાણવી. તેનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથથી જાણવું.
પ્રશ્ન–આઠ કર્મ બાંધવાના મુખ્ય હેતુઓ ક્યા છે?
ઉત્તર–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ કર્મબંધનના હેતુઓ છે.
પ્રશ્ન-કર્મને નાશ શાથી થઈ શકે?
ઉત્તર–મિથ્યાત્વાદિ હેતુઓને નિરોધ (નાશ કરવાથી કમરનો નાશ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી કર્મને નાશ
For Private And Personal Use Only