________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) પ્રશ્ન-પદ્રવ્યો નિત્ય ક્યા નયની અપેક્ષાઓ છે અને અનિત્ય કયા નયની અપેક્ષાએ છે?
ઉત્તર–અનાદિ કાળથી દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ક નિત્ય છે અને પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ દ્રવ્યો અનિત્ય છે.
પ્રશ્ન—ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દરેક દ્રામાં હોય છે?
ઉત્તર–હા. દરેક દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રહ્યું છે. કવ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક દ્રવ્યમાં ધ્રૌવ્ય વ્યાપી રહ્યું છે. દાખલા તરીકે જેમ સુવર્ણ પુકદ્રવ્ય છે અને રૂ૫ છે તે સ્વ
માં દ્રવ્યાક નયની અપેક્ષાએ સમયે સમયે ધ્રૌવ્ય છે અને સુવર્ણના કટક, કુંડળ, હાર વગેરે અનેક પર્યાયોનો ઉત્પાદ થાય છે અને તેનો વ્યય (નાશ) થાય છે તેથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સર્વ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ વ્યયપણું સમજવું. આમ મ્યાદ્વાદનય પ્રમાણે દરેક દ્રવ્યોમાં આ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા વ્યાપી રહ્યું છે તે ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી સમજાશે. વેદન્તિયો વગેરે એકાન્ત દ્રવ્યાર્થિક નયને માની આત્માને નિત્યજ માને છે, અને બૌદ્ધો એકાન્ત પર્યાયાર્થિક નય માની આત્માને અનિત્ય જ માને છે. શ્રી કેવલજ્ઞાની મહાવીર ભગવાન દ્વવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા વગેરે દ્રવ્યને નિત્ય કળે છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા વગેરે દ્રવ્યને અનિત્ય કથે છે છે. સ્વાસ્ (કથંચિત ) દ્રવ્ય નયની અપેક્ષાએ નિત્યત્વ અને પર્યાય નયની અપેક્ષાએ અનિત્યપણું આત્માદિ સર્વ દ્રામાં રહ્યું છે તેને કથન કરનારને સ્યાદ્વાદ નય કહેવામાં આવે છે. અપેક્ષાવાળું સ્યાદ્વાર દર્શન ગમે તે દર્શનવાળાએ અમુક અપેક્ષાએ ગ્રહણ કરે છે–યજુર્વેદમાં તારે તારે એ સૂત્રનો અર્થ નોના અપેક્ષાવાદ વિના સિદ્ધ થતું નથી. બ્રહ્મ કંપે છે અને બ્રહ્મ કેપતું નથી. આમ એક બ્રહ્મમાં કંપન અને અકંપનપણું જણાવ્યું તે અપેક્ષા વિના સિદ્ધ થતું નથી. લોકોમાં પણ કહેવાય છે કે મારી કહેવાની અપેક્ષા અમુક કાર્યમાં અમુક કારણથી જુદી છે અને હારી કહેવાની અપેક્ષા અમુક કાર્યમાં જુદી છે. આજ રીતે સઘળી અપેક્ષાઓ સહિત એક બીજા નોની અપેક્ષાને નાશ કર્યા વિના જે વસ્તુઓના ધર્મને જણાવે છે તેને સ્યાદ્વાદ અનેકાન્ત દર્શન કહેવામાં આવે છે. ઉત્પાદ વ્યય છે તે દ્રવ્યમાં પર્યાય નયની અપેક્ષાઓ છે અને કવ્યાર્થિક નયની અપેક્ષાઓ નથી. દ્રવ્યપણું પણું દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છે પણ પર્યાપાર્થિક નયની અપેક્ષાએ નથી, પણ બે નાની અપેક્ષાને ગ્રહણ કરી જે
For Private And Personal Use Only