________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) છે. જેટલા વચનના માર્ગ છે તેટલા નયવાદ છે. સાત નાના બાવન તથા સાતસે ભેદ થાય છે. મુખ્ય સાત નય ગણાય છે. શબ્દનય, અર્થનય, તેમજ જ્ઞાનનય, ક્રિયાનય, વગેરેનું સ્વરૂપ ગુરૂગમથી સમજવું. સાત નોથી પદાર્થોનું સ્વરૂપ સમજ્યા વિના સભ્ય જ્ઞાન થતું નથી, જે નય બીજા નચની અપેક્ષા ત્યાગે તેને નયાભાસ કહે છે, અન્ય નાની અપેક્ષા જે નય રાખે અને પિતાનું સ્વરૂપ જણાવે તે ગુના કહેવાય છે.
પ્રશ્ન–નિક્ષેપ કેટલા છે? અને તે કેના ઉપર ઉતારી શકાય છે?
ઉત્તર–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર નિક્ષેપા છે. દરેક પદાર્થ ઉપર ચાર નિક્ષેપ ઉતારી શકાય છે. જેમ જિન એવું નામ તે નામfજન, જિનની પ્રતિમા તે સ્થાપનાજિન, તીર્થકર નામકર્મ બાંધ્યું હોય એ તીર્થકરને જીવ તે જિન કહેવાય છે. સમવસરણમાં બિરાજમાન તીર્થકર તે મવજિન કહેવાય છે. પદ્રવ્ય, નવતત્વ, પંચપરમેષ્ટિ, નવપદ આદિ દરેક વસ્તુઓ પર ચાર નિક્ષેપ ઉતારી શકાય છે. અનુયોગદ્વારસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, વગેરેમાં ચાર નિક્ષેપાનું વિ. શેષ સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે પુસ્તકો તથા ગુરૂગમથી નિક્ષેપનું સ્વરૂપ ધારવું.
પ્રશ્ન–સહભેગી કેના ઉપર ઉતારી શકાય છે? તેનાં નામ આપે.
ઉત્તર–દરેક પદાર્થોમાં અનંત ધર્મની અસ્તિતા રહી છે અને દરેક પદાર્થોમાં અનંત ધમની નાસ્તિતા વ્યક્ષેત્ર કાળ અને ભાવથી રહી છે. તેને સમજાવવાને માટે સપ્તભંગીની આવશ્યકતા છે. ચિત્ત શસ્તિ, ૨ स्यात् नास्ति-३ स्यात् अवक्तव्यम् ४ स्यात् अस्तिनास्ति ५ स्यात् अस्ति अवक्तव्यम् ૬ રાજુ જાતિ અવય ૭ સાત્ કરિ રાતિ ગુપત્ત અવરથમ આ સપ્તભંગી દરેક પદાર્થ ઉપર ઉતારી શકાય છે. અને તેથી ષટદ્રવ્ય નવતત્વ, તેના ગુણપર્યાનું સમ્યગૂજ્ઞાન થાય છે, સ્યાદ્વાદમુદ્રાએ મુદ્રિત દરેક પદાર્થો છે તે સપ્તભંગીના જ્ઞાનથી સમજાય છે.
પ્રશ્ન-ચાર એટલે શું? - ઉત્તર-દરેક પદાર્થનું સ્યાદ્વાદથી સમ્યગૂ જ્ઞાન થાય છે. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાએ અમુક વસ્તુના ધર્મો છે, અને અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાએ તે અમુક વસ્તુમાં નથી. ચા એટલે કથંચિત્ તે વસ્તુ છે અને કથંચિત્ તે વસ્તુ નથી એમ જે કહે છે તેને સ્યાદ્વાદ કહે છે. જેમ તીર્થરાઇટ દ્રવ્યાર્થિકનયની અક્ષિાએ નિરા છે અને પાર્થિવનારની અપેક્ષાએ તીર્થરાદ્ધ નિ નથી અર્થાત્ અનિત્ય છે. શબ્દની નિત્યતા અમુક અપેક્ષાએ કથંચિત છે
For Private And Personal Use Only