________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ કેપ કામાંધ, દિવા નક્ત ન પશ્યતિ [૪] ૭
(૧૨) માંડલી-સૂત્ર, અર્થ, ભજન, કાલગ્રહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સંથારો.
નવદીક્ષિત સાધુ આ સાત માંડલીનાં સાત આયંબિલ કરે ત્યારે તે નવદીક્ષિત સાધુ–સાધુની સાતે માંડલીમાં ભળી શકે, શક્તિ હોય તો સાતે આયંબિલ સાથે કરવા. અશકયે વચ્ચે (ત્રણ અથવા ચાર આયંબિલે) બેસણું કરે ત્યારે ભોજનમાંડલીમાં ભળી શકે. સુરે અર્થે અણકાલે, આવત્સએ ય સઝાએ; સંથારે ચેવ તહા, સયા મંડલી જઈ (૬૯૨) પ્ર.
(૧૩) ભાવસાધુનાં લક્ષણ–ભાવશ્રાવક ઉપચારથી દ્રવ્ય સાધુ કહેવાય–તે, અને પંચમહાવ્રતધારી અનુપચરિત દ્રવ્ય સાધુ હોય તે, આ બન્ને ભાવસાધુપણું પામે.
બન્ને પ્રકારના જે દ્રવ્ય સાધુ-તે ભાવસાધુનાં સાતે લક્ષણ લક્ષમાં રાખી યથાશકિત સાતેમાં ઉદ્યમ કરે, તો તે બન્ને ભાવસાધુપણું પામે, અન્યથા ભાવસાધુપણું પામે નહિ.
* માગનુસારિણી ક્રિયા-ઘણું સંવિજ્ઞ ગીતાર્થ પુરુષની આચરણ તે માર્ગ, તે માર્ગને અનુસારે ગૌચરી પડિલેહણ વિહાર વગેરે સર્વ ક્રિયા કરે.
એ સંયમ ધર્મમાં અત્યન્તશ્રદ્ધા-વિધિપૂર્વક અનુષ્ઠાન કરે, ધર્મમાં અતૃપ્ત, સરળ સ્વભાવે દેશના આપે, દેશનાની સફળતા– નિષ્ફળતામાં અભિમાન કે શેક ધારણ કરે નહિ, અને દોષનું પ્રાયશ્ચિત કરે. ન ભવતિ ધર્મ: શ્રોતુ: સ્વઐકાન્તતા હિતશ્રવણાત;
વતનુગ્રહબુદ્ધયા, વકતૃત્વેકાન્તતા ભવતિ (૧)
જ સરળતા–આગમ વચનથી અવિરૂદ્ધવસ્તુને અંગીકાર કરવાની સ્વભાવિક સરળતા,
ગ અપ્રમાદી-કદાગ્રહી ન હોય, તેમજ ગ્રહણ કરેલ પ્રતિજ્ઞા અને શુભક્રિયામાં અપ્રમાદી.
For Private And Personal Use Only