________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વલ્લભ અને ધર્મ પ્રેમી આત્માનું સુખ દુષ્ટદેવ સાંખી શકો નહિ. આડત્રીસ વર્ષ જેવી લઘુ વયમાં વિકાળ કાળે ત્રાપ મારી અને સંબંધીજનોથી એ આત્માને છુટો પાડી નાંખ્યો. તેમની છેલ્લી સુખી અવસ્થામાં ભાવનાએ મહેટી હતી, જીવન લંબાયુ હેત તે પ્રાપ્ત સંપત્તિ વડે સારાં કાર્યો કરતે પણ જીવન ખુટયું અને સંવત્ ૧૯૮૧ ના કારતક સુદ ૧૪ ના રેંજ સુવાવડમાં એક પુત્રીનો જન્મ આપ્યા બાદ માંદગીનું જોર વધતાં ધર્મનું સ્મરણ કરતાં એ અમર આવ્યા આ નશ્વર દેહને છોડી પરલોક સીધાવી ગયો. અને તેમના ઉત્તમ ગુણે વડે પતિ, સંતતિ, માતા, બંધુઓ, ભગીનીઓ વિગેરેને મુગ્ધ કરી ગયો, રેવડાવી ગયો, સંસારની તો એ ઘટમાળ રહી, સંબંધી વર્ગ શું કરે, ઘડી દિવસ માસભર રેઈને રહે, પણ આખરે વિસાય સિવાય છુટકે જ નહિ, બધુયે વિસરે પણ તેમના ઉત્તમ ગુણે ગુણુવિલાસીઓને કેમ વિસરે! અને એથી જ શાસન દેવ પ્રત્યે હજી પણ પ્રેમીજનો પ્રાથી રહ્યા છે કે સદ્દગતનો આત્મા જ્યાં હોય ત્યાં તેને શાંતિ આપે.
૩૪ શાંતિઃ ૩
For Private And Personal Use Only