________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧૦૯
સીમા રહી નથી, એમ કહી તેણે પોતાના શરીરે વ્હેરેલાં સર્વ આભરણુ વસ્ત્રાદિક ઉતારી તેના શરીરે હેરાવી દીધાં, અને ભડારના અધિપતિને આજ્ઞા કરી કે, પ્રીતિ દાનમાં સાડાબાર કરાડ ઉત્તમ સાનૈયા તમે એને આપી છે. ત્યારબાદ રાજાના કહ્યા પ્રમાણે તેણે તેને તે દ્રવ્ય આપ્યું. પછી તરજ ગદ્યવાહન રાજા વિદ્યાધરાના સમુદાય સહિત પોતાના પિતાને ભક્તિ વડે વંદન કરવા માટે ચિત્રકૂટ ઉપર ચાલ્યા. તે સમયે વિદ્યા વડે રચેલાં વિમાનેમાં આરૂઢ થયેલા એવા પાતપેાતાના પરિજન સહિત, ઉત્તમ પ્રકારનાં શુભ આભરણુ વસ્ત્રાદિકથી વિરાજીત સમસ્ત નગરના લેાકેા પણ તેની પાછળ તૈયાર થઈ ચાલવા લાગ્યા. તેમજ તેઓની સાથે મુનિમહારાજના દર્શન માટે હું પણ ચાલ્યા. અનુક્રમે મ્હોટા આડંબર સાથે અમે સર્વે ચિત્રકૂટની પાસમાં જઇ પહોંચ્યા. ત્યારબાદ ચિત્રકૂટમાં પ્રયાણ કરતા ચાર પ્રકારના દેવ વર્ગને જોઇ, અતિશય પ્રમુદ્રિત થયું છે મન જેવુ એવા ગદ્યવાહન રાજાનું મુખારવિંદ અહુ પ્રફુલ્લ થઇ ગયું, અને પેાતાના અહુ પિરવાર સહિત જલદી પ્રયત્ન પૂર્વક તે ત્યાં ગયા, બાદ દેવાએ કર્યા છે મહિમા જેમના, તેમજ દેવાંગના
એ વડે સ્તુતિ કરાતા એવા તે મુનિવરને જોઇ ત્રણવાર તેમની પ્રદક્ષિણા કરીને, બહુ માન વડે અત્યંત રામાંચિત થયું છે શરીર જેવુ એવા તે રાજા, ભૂમિતલ ઉપર મસ્તક નમાવીને પંચાંગે પશ કરીને પ્રણામ કરવા લાગ્યા. તેમજ પ્રહ વડે નેત્રમાંથી ખરતાં છે આનદાશ્રુ જેનાં એવા તે ગધવાહન રાજા મસ્તકે અંજલિ જોડી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યું.
For Private And Personal Use Only