________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકરની પ્રશસ્તિ.
(૪૪૩)
ग्रंथकारनी प्रशस्ति.
આ લોકમાં સમસ્ત ભૂમંડલરૂપી ભવનના આભૂષણ માટે સરળ વજદંડ સમાન અને કીર્તિરૂપ પતાકાવડે યુક્ત શ્રી હર્ષ પુર (હર્ષપુરીય) નામે ઉત્તમ ગચ્છ છે. તેની અન્દર સમગ્ર શિવ સુખના મંદિર સમાન હિમાલયની માફક જયસિંહ નામે સૂરિ હતા. જેનાથી નીકળેલી સુરસરિતગંગાની માફક મુનિયાની પરંપરા આ જગમાં વિદ્યમાન છે. તે જયસિંહ સૂરિના પછી દયા રૂપી કમલિનીને પ્રફુલ્લ કરવામાં સૂર્ય સમાન, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહને હરણ કરનાર અને સમગ્ર જૈનવેતાંબર સંઘના તિલક સમાન શ્રીમાન અભયસૂરિ નામે સૂરી થયા. તેમના સુશિષ્ય ઉજવલ યશરૂપી સ્ના વડે ઉજવલ કર્યો છે જેન વેતાંબર સંઘને વિસ્તાર જેમણે અને પરવાદીના સમૂહને પરાજય કરવામાં પ્રગટ છે મહાગ્ય જેમનું એવા ચન્દ્ર સમાન શ્રીમાન હેમચન્દ્ર સૂરિ થયા. જેમણે . રા. શ્રીયુત્ જયસિંહ રાજાને પ્રબોધીને રથયાત્રાદિક કાર્યોમાં બહ ઉદ્યોત ક્ય. વળી જેમના મુખરૂપ ક્ષીરસાગરમાંથી નીકળેલા અદ્ભૂત શાસ્ત્રામૃતને સ્વાદ લઈ હેટા મુનિયે હાલમાં પણ અજરામર સ્થાનને પામે છે. વળી તે હેમચન્દ્ર સૂરિના ત્રણ શિષ્ય થયા. તેમાં પ્રથમ એકાન્તવાદિયેના સંસર્ગરૂપી રંગને ભંગ કરવામાં સિંહ સમાન શ્રી વિજયસિંહ સૂરિ. બીજા પારાવાર વિદ્યારૂપ સમુદ્રને વિષે સંપૂર્ણ પૂર્ણિમાના ચન્દ્ર સમાન અને જેન સિદ્ધાંતરૂપી કુમુદના વિકાસ કરનારા શ્રી ચન્દ્રસૂરિ થયા. શ્રી લાદેશની મુદ્રાને પાલન કરતા એવા જે સૂરિએ માત્ર જૈન શાસનની પ્રભાવના કરી એટલુંજ નહિ પરંતુ શ્રમણ મુદ્રાનું પણ પાલન કર્યું છે. વળી શ્રીમાન મુનિસુવ્રત સ્વામીના ચરિત્રરૂપી રંગશાળામાં છંદ સહિત
For Private And Personal Use Only