________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩-ર)
શ્રી સુપાર્શ્વનાથયરિત્ર માત્રમાં દષ્ટ અને નષ્ટ એવા ગૃહ, ધન, પુત્ર અને સ્ત્રી વિગેરે પદાર્થોમાંથી મૂછોને ત્યાગ કરે. કારણ સંસારી પ્રાણીઓને મહેટા પાપ કર્મોને હેતુ મૂચ્છીજ ગણાય છે. વળી મૂછ વશ થયેલા ચિતને લીધે આર્તધ્યાન કરતે પ્રાણી જે મરણ પામે તે તે તિર્યમ્ નિમાં ઉત્પન્ન થાય છે, જેમકે અહીં આ ઉદ્યાનમાં
શ્રમણ શેઠને જીવ વાનર પણે ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે તે વાનરને પિતાનું નામ સાંભળવાથી જાતિ મરણ જ્ઞાન થયું, તેથી તે નીચે ઉતરી કેવલી ભગવાન પાસે ગયે. પછી નમસ્કાર કરી ત્યાં બેઠે. તે વાનરની ક્રિયા જોઈ સર્વ સભા જન વિસ્મિત થઈ બોલ્યા, ભગવન ! આ કેણ છે ? જ્ઞાની બેલ્યા, જે આ વાનર છે તેજ વેશ્રમણને જીવ છે. સભામાં બેઠેલે તેને મહા પુત્ર લહરચંદ્ર પોતાના પિતાનું ચરિત્ર સાંભળી બલ્ય, હે ભગવન! હારા પિતા હમેશાં સાધુ બ્રાહણેને દાન આપતા હતા, છતાં તે વાનર જાતિમાં શાથી ઉત્પન્ન થયા ? કેવલી બોલ્યા, ગૃહ, ધન, સ્ત્રી અને પુત્રાદિકની મૂછથી તે વાનર થયો છે. હે મહાશય ! બહુ કહેવાની કંઈ જરૂર નથી. તે પોતે જ અક્ષરે લખીને પિતાનું ચરિત્ર તહને સંભળાવશે. ત્યારબાદ તે વાનરે તે પ્રમાણે સમગ્ર વૃત્તાંત કહ્યું, એટલે લહરચંદ્ર પિતાના ભાઈઓને બોલાવી પિતાનું ચરિત્ર સંભળાવ્યું. ત્યારબાદ કેવલી ભગવાને તેઓને ઉદ્દેશી યતિ અને અહિ
- એમ બન્ને પ્રકારને ધર્મ કહ્યો. મુનિધર્મ ધર્મોપદેશ, ગ્રહણ કરવામાં અશક્ત હોવાથી તેઓ
બેલ્યા, હે ભગવન ! અમને શ્રાવક ધર્મને ઉપદેશ આપે. સૂરિએ વિસ્તારપૂર્વક તેઓને સર્વ ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેઓ પણ વિશેષ પ્રકારે નમસ્કાર કરી બોલ્યા, હે પ્રભે! પાષધ શબ્દનું યથાર્થ સ્વરૂપ સમજાવે. સુરિ બોલ્યા,
For Private And Personal Use Only