________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેની કથા.
(૧૦૧).
सेनश्रेष्ठीनी कथा.
સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રત. દાનવીર્યરાજા બહુ પ્રસન્ન થઈ પ્રભુના ચરણમાં મસ્તક નમાવી
બોલ્યા, હે ધર્મરક્ષક ? જગદગુરૂ ! જગદ્ગુરૂ! ચાર આણુવ્રતની વ્યાખ્યા સાંભળી મહિને
બહુ આનંદ થયે હવે પાંચમા વ્રતને ઉપદેશ આપી અમને કૃતાર્થ કરે. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા હે રાજન્ ? હવે હું પાંચમાં અણુવ્રતનું સ્વરૂપ કહું છું તે તું સાવધાન થઈ શ્રવણ કર. “ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનું જે પુરૂ પરિમાણ કરે છે એટલે કે આટલી વસ્તુજ હારે વાપરવી અધિકને ત્યાગ છે, એ જે મનુષ્ય નિયમ કરે છે તેઓ સેનકિની માફક પર લેકમાં અપરિમિત સુખ ભોગવે છે. સુવર્ણમય વિજ પતાકાઓથી સુશોભિત અનેક જૈન મંદિર
જેમાં રહેલાં છે એવી કાંચી નામે નગરી સેનશ્રેણી. છે. તેમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે.
શિવનામિકા નામે તેની સ્ત્રી છે. વળી તે નગરીમાં બહુ ધનાઢ્ય સેન નામે એક શેઠ છે, પરંતુ તે મિથ્યાદ્રષ્ટિ છે. કુવલયમાલા નામે તેની સ્ત્રી છે. તે કમલની માલાની માફક સર્વગુણ સંપન્ન છે. તેઓને હરિ, હર અને બ્રા એ નામના ત્રણ પુત્ર છે. વળી તેઓ બહુ વિનયી, સુવર્ણ સમાન કાંતિવાળા સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન તરીકે ગણાય છે.
For Private And Personal Use Only