________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર એકાંતમાં કુમારને સર્વ અભિપ્રાય કહ્યું. તે જ વખતે રાણી સહિત રાજા પોતે કુમારની પાસે આવ્યા. કુમાર પણ ઉભે થઈ નમસ્કાર કરી બોલ્યા, હે તાત ! આ મુનીંદ્રને તમે નમસ્કાર કરો. આ પ્રમાણે પુત્રના ઉપરોધથી પ્રણામ કરી રાજા છે, હે મુનીંદ્ર ! સરલ સ્વભાવી એવા આ મહારા પુત્રને આપે અવળે રસ્તે કેમ દેર્યો છે? વિકસ્વર કમલ સમાન નેત્રવાળી આ તરૂણ સ્ત્રીઓના આધારને તમે ન ગ્રહણ કરે. કુમાર બલ્ય, હે તાત! મૂખંજનની માફક આપને આ પ્રમાણે અગ્ય બોલવું ન જોઈએ. વળી ધર્મથી ભ્રષ્ટ થએલા ભાવિ ભદ્રિક જનોને જેઓ સારો માર્ગ બતાવે છે તેવા મહાત્માઓને અવળે રસ્તે દેર છે એમ કહેવાય ખરું? તેમજ જે પુરૂષ ધર્મ માર્ગમાં પ્રતિકૂલ થઈ હું એને હિતકારી છું એવી બુદ્ધિથી વિષયની પુષ્ટિ કરે છે, તે તેને ધર્મથી પાડનાર શત્રુ ગણાય, માટે હે તાત! જે મહારી ઉપર આપ દયાળુ છે તેમજ જે મહારી માતાને પણ હારી ઉપર નેહ હોય તો સંસાર રૂપી દાવાનળમાંથી બહાર નીકળતા એવા મહને ફરીથી તેમાં તમે નાંખશે નહીં. વળી પ્રમાદ રૂપી અગ્નિવડે બળતા સંસાર રૂપી ઘરમાં મેહનિદ્રાને આધીન થએલા પ્રાણીને જે જગાડે છે તે મિત્ર અને જે નિષેધ કરે છે તે શત્રુ ગણાય છે. એમ કેટલાંક ઉપદેશનાં વચનવડે પોતાનાં માતપિતાને બોધ આપી ગુણસેન કુમારે દીક્ષા લીધી. ત્યારબાદ તેજ વિધિ પ્રમાણે તે મુનીંદ્રની પાસે ઘણા લોકોએ દીક્ષાવ્રત લીધું, પછી રાજાએ પ્રાર્થના કરી કહ્યું કે, હે ભગવન ! ત્રણ લોકમાં આશ્ચર્યજનક આવા પુરૂષ રત્નને જન્મ આપનારી માતા તે ક્વચિત જ હોય છે. વળી અહારા સરખાઓને પણ આ વિરતિ માર્ગ ગ્રહણ કરે ઉચિત છે; પરંતુ તે માર્ગે ચાલવાની અહારી શક્તિ નથી. માટે અમને પણ યોગ્ય માર્ગ બતાવે. મુનિએ ગ્યતા જાણી
For Private And Personal Use Only