________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મહોત્સવપૂર્વક કલાચાર્યની પાસે મૂકે. ગુરૂપણ તેની તીવ્રબુદ્ધિ, વિનય અને ઉદ્યમ જોઈ બહુ પ્રસન્ન થયા, સ્વલ્પ સમયમાં ગુરૂકૃપાથી ધનકુમારે સર્વ કલાઓમાં નિપુણતા મેળવી. જેવી રીતે સદ્દગુરૂનાં શિક્ષા વચન તેના મનને આનંદ આપતાં હતાં તે પ્રમાણે “જય મેળવ, દીર્ઘ આયુષ્માન થા, આનંદભેગવ” વિગેરે સ્તુતિ વાકથી તે આનંદ માનતે નહોતે. એક દિવસે પિતાના અધ્યાપકની સાથે ધનકુમાર નરેંદ્રને
વંદન કરવા ગયા. પિતાના ચરણકમલમાં ધનકુમાર. નમન કરી ઉચિત સ્થાને સુખાસન પર
બેઠે. પુત્રનું વિનયાદિક સૌભાગ્ય જોઈ રાજા બહુ ખુશી થઈ બે, વત્સ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
જ્યાં સુધી પિતાને રાજ્ય કાર્યભાર વહન કરવામાં ધુરંધર પુત્ર ન થયું હોય ત્યાં સુધી જ રાજાઓએ પ્રજા પાલન કરવું જોઈએ, માટે હે પુત્ર! વિલંબ રહિત હાલ તું ઘણું સમયથી મહારા હસ્તમાં રહેલી આ રાજ્ય લક્ષ્મીને પોતાના હસ્તરૂપી વજ પંજરમાં ધારણ કરી સુખી કર, અને હવે હારું હૃદય સિદ્ધિ વધૂને સત્વર આલિંગન કરવા માટે બહુ રસિક થયું છે, તેથી સંયમરૂપ મહારથમાં બેસવાની મહને નિઃશંક થઈ તું સંમતિ આપ. આ પ્રમાણે પિતાનું વચન સાંભળી ધનકુમારને કંઠ શેષાઈ ગયે અને ગદ્ગદ્ સ્વરે વિનતિ કરવા લાગ્યો. હે તાત! આપને તેવું કઈપણ કારણ આવેલું હોય તેમ હું જેતે નથી તે પછી હાલમાં આવા દુષ્કર કાર્યમાં મહુને શામાટે જોડે છે? વળી હે તાત ! વૈરિરૂપી કક્ષા (ગંજી) એમાં ફેકેલા આપના પ્રતાપરૂપી દાવાનલની જવાલાએ કિંચિત્ માત્ર પણ શાંત થઈ નથી, તેમજ સમસ્ત જનેને મહા રસાયન સમાન આનંદ આપતી આપની રૂપ સંપત્તિ હાલમાં પણ કામદેવને ગર્વ હરવામાં
For Private And Personal Use Only