________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
સંવત ૧૮૫૪ ના જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પ્રહરમાં પ્રતિક્રમણ વગેરે કરી તથા પાર્શ્વનાથજીની પ્રતિમાનાં દર્શન કરી પાટ ઉપર સંથારામાં અર્ધપદ્માસન વાળી વિરાજમાન થયા અનેઆત્મસમાધિમાં આપાગી આરૂઢ થયા. અંતે સમાધિ મરણ થવું ઘણું દુર્લભ, કહ્યું છે કે –
कालेसुपत्तदाणं सम्मत्तविसोहिबोहिलामंच । अंतेसमाहिमरणं अभव्यजीवा न पावंति ॥१॥
ભાવાર્થ-કાલે સુપાત્રદાન, સમ્યક્તવિશુદ્ધિ, બોધિલાભ અને અન્ને સમાધિ મરણને અભવ્ય પામી શકતા નથી.
વળી જયવીરાયમાં કહ્યું છે કે-સામાહિમણુંચહિલાઓ માટે સમાધિ મરણ ભવી જીવોને હેઈ શકે છે. મહારાજ સાહેબજીએ કહ્યું કે કોઈપણ માણસ વાતચિત્ત અગર ગરબડ કરે નહિ. મહારાજ સાહેબજીની અંતાવસ્થા માલૂમ પડવાથી શ્રાવક, શ્રાવિકાઓ નાનાં મોટાં સર્વે આવી મહારાજજીનાં દર્શન કરવા લાગ્યાં, અને શોકાતુર થઈ ગદ્ ગદ્ કંઠે કહેવા લાગ્યા કે—હવે અમને ગુરૂજી સમાન ધર્મને ઉપદેશ કાણું આપશે. બ્રાહ્મણે તથા મેસરી વાણીયા પણ મહારાજ સાહેબનાં દર્શન કરવા આવવા લાગ્યા. ઉપાશ્રય માણસેથી ભરાઈ ગયે.
www.kobatirth.org
For Private And Personal Use Only