________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
ગાવું ધ્યાવું તવ ગુણ ઘણું શિષ્યને ધર્મ એ છે, સિદ્ધાન્ત એ વચનરસથી ફજેને એ કહે છે, મારા માટે તવ મન તણી લાગણી સારી રહેજે, વિજ્ઞપ્તિ એ મમ મન તણી ધ્યાનમાં નિત્ય લેજો. ૫૧૧
સ્તુતિકરણમાં અસામર્થ. પૃથ્વીને તે પટ યદિ કરું લેખણ પર્વતની, પાણી શાહી જલધરતણું બુદ્ધિ સર્વે મતની; મ્હારા હૈયે સહુ ગુણ અરે લેખ્ય ના થાય કયારે, હૈયે પગે તવ ગુણ લખું ભક્તિ વેગ પ્રચારે. ૫૧૨ કર્ણો હાર શુભ ગુણ સુણે જીભ સદ્દગુણ ગાવે, શીર્ષે વજું હૃદયઘટમાં તે રહો ધ્યાન ભાવે; આંખે દેખું તવ તનુ ખરે રામમે સમાયે, આત્મારામ જય જય ગુરૂ ભાવથી એમ ગાયે. પ૧૩ વારી જાઉં તુજ પર અરે સર્વ પ્યારું ગણેલું, વારી જાઉં તુજ પર અરે સર્વ પ્યારું ભણેલું વારી જાઉં તુજ પર અરે કાયને ચિત્ત વાણ, આજ્ઞા હારી શિરપર ધરું એજ સાચી કમાણી. ૫૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only