________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ ભૂલી જાશે નહિ નહિ કદી પૂર્ણ વિશ્વાસ આપી, થે જે ભૂલે પ્રભુ મમ તણી તેહની આપ માફી; ભૂલે છેજું જનક ન ગણે પુત્રને તે સુધારે, સર્વે જાણી હૃદય ઘટમાં આવી રહેલેજ વહારે. ૫૦૭ મહારી શોભા પ્રભુતવ શિરે અભાવે સુહાવે, મારું તારું હૃદય ઘટમાં સલ્લુરૂનાજ નાવે; ત્યારે જાણ મમ વિભુ ખરે નિત્ય સંભાળ લેશે, ભૂલી હારે અવિનય સવે નિત્ય સ્મર્તા જ રહેશે. ૧૦૮ કાલાં ઘેલાં પ્રભુ તવ તણા બાળકે જેહ બોલે, પ્યારાં જાણી જનક સહુએ અમૃતે પૂર્ણ તેલ, સેવા હારી સતત ઘટમાં પૂર્ણ ભાવેજ ધારું, મારી વહારે ઝટ વિભુ ચઢે પૂર્ણ આપોજ સારું. પ૦૯ ગુરૂ પ્રતિ ક્ષમાપના હાલા નિત્યે હદયે વસજો એજ છે ભાવ મારે, તું છે તે છે હૃદય ઘટમાં સર્વથી પૂર્ણ પ્યારો; મારાથી જે અવિનય થયા સર્વ તે હું નમાવું, ભારે કાળે શુભ તવ કરી પ્રેમથી પૂણે ગાવું. ૫૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only