________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
ત્યાગીને ખચિત ટકશે ત્યાગ સત્યાધુસંગે, વૈરાગીને પ્રભુપદ મળે જ્ઞાનધ્યાન પ્રસંગે, નિઃસંગીનું પદ યદ્ઘિ ચહે લાવ વૈરાગ્ય તે તું, આત્મારામી અનુભવબળે આપને આપ જો તું; જલ્દી ચેતી વિચર પથમાં મુક્તિના ભવ્ય પ્રાણી, આ સંસારે ખચિત ગણજે ધર્મની તા કમાણી. ૪૫૯ શ્વાસોચ્છ્વાસે જિનગુણુ રટી શુદ્ધતા ચિત્ત ધારા, સાચી શિક્ષા હદય ધરતાં આવશે દુઃખ આરો; સાચા ભાવે સ્મરણ કરતાં કર્મ સર્વે ટળે છે, સાચા ભાવે જિનપદ રમે મુક્તિ વેગે મળે છે. ૪૬૦ જીતાતું જો મન ચિંદ્રે ખરે મુક્તિ છે બ્ય પાસે, જીતી માજી સકળ જગની ચિત્ત જીતે મનાશે; એવી આજ્ઞા જિનપતિકથી ભવ્યના ચિત્ત વાસે, આજ્ઞા માની જિનપતિ કથી દેખ સર્વે ઉદાસે. ૪૬૧ કાયા વાણી મનખળવટે આત્મમાં સ્વૈર્ય ધારી, શુદ્ધાત્માના અનુભવ કરી કર્મ આદ્યા વિદારી; આત્મારામી સતત થઈને પૂર્ણ આનન્દે લેજે, સિદ્ધાત્મા થૈ સહજ થિરતા ભાવમાં નિત્ય રહેજે. ૪૬૨
www.kobatirth.org
૪૫૮
For Private And Personal Use Only