________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે આત્મજ્ઞાની નહિ કદિ તે આત્મધ્યાની નહિ કદિ, જે જગતમાં ચંદ્રથી પખવાડિયું થાતું સુદિ. ૨૭૩ પરમાત્મ ધ્યાન, પરમાત્મધ્યાને જે રમે તે મેહથી ના ભવ ભમે, પરમાત્મધ્યાને જે રમે તે કામને સહેજે દમે, પરમાત્મધ્યાને જે રમે તે ચિત્તને નિશ્ચલ કરે, પરમાત્મધ્યાને જે રમે તે કર્મ બહુલાં નિર્જરે. ૨૭૪ પરમાત્મધ્યાને જે રમે તે ઇન્દ્રિયને સંવરે, પરમાત્મધ્યાને જે રમે તે મુક્તિ સુખ શાશ્વત વરે, પરમાત્મધ્યાને જે મે તે શુદ્ધતા અનુભવ કરે, પરમાત્મધ્યાને જે રમે તે પૂર્ણતાપદ સંસ્મરે. ર૭૫ લયલીન થાતાં ધ્યાનમાં પરબ્રહ્મ પિતે થઈ રહે, ભાષા પરાની પાર જઈ પરમાત્મસુખ સહેજે લહે; લયલીનતાને એકતા તન્મયપણું ધ્યાને થતાં, પ્રગટે સમાધિ તેથકી કર્મો સકળ નાસી જતાં. ૨૭૬ પરમાત્મધ્યાને લીનતા કરવી ખરું એ સાધ્ય છે, એ સાધ્યના ઉપગથી એ ધ્યાન શુભ આરાધ્ય છે; એ ધ્યાનમાંહી જે રમે તે પાર ભવને પામતા, ગાદિ જે જે દોષ હેને ધ્યાનથી ઝટ પામતા. ૨૭૭
www.kobatirth.org
For Private And Personal Use Only