________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શાશ્વતાઅશાશ્વત જિન ચિત્યવંદન. શાશ્વત પ્રતિમાઓ ઘણું પ્રથમાદિ સ્વર્ગે જે રહી, જિન ભાવસ્મૃતથી વંદતાં ઉપગની શુદ્ધિ વહી;
જ્યોતિષીનાં સવે વિમાને ત્યાં પ્રતિમા નિર્મલી, વ્યંતર ભુવનમાં જે રહી વંદુ હું પ્રેમે લળી લળી. ૧ જે જે જ માનવ લેકમાં તે તે જ વંદુ ભાવથી, સિદ્ધાંત આગમમાં કહી, ભાવે સ્મરૂં ગુણરાવથી; રાષભાદિ ચારે નામથી શાશ્વત પ્રતિમા સ્થાઈએ, શત્રુંજયાદિ તીર્થસ્થિત અશાશ્વતી મન લાઈએ. પાતાલ મૃત્યુ લોકમાં ને સ્વર્ગમાંહી વંદીએ; નામાદિતીથે સર્વને વંદીને કર્મ નિકદીએ પરમાત્મપ્રતિનિધિ તીર્થ જે આત્માર્થ ઉપશમ આદિયે, બુદ્ધબ્ધિ ભક્તિભાવથી ઉપયોગથી મન લાવીએ.
શાશ્વતાઅશાશ્વતા જિનની સ્તુતિ. શાશ્વત પ્રતિમાઓ સહ વંદે, સ્વર્ગ મૃત્યુ પાતાલેજ, આતમના ઉપગે રહેવા, નિજગુણ જે અજવાળે; નામાદિનિક્ષેપા ચારે, અવલંબન હિતકારી છે, નિશ્ચય ને વ્યવહારે વંદી, પામે સુખ નરનારીજી. શાશ્વતી ને અશાશ્વતી પ્રતિમા, ન નિક્ષેપે જાણોજી, અર્હત્ પ્રતિનિધિ પશમના,-ભાવે મનમાં આણો; એકમાં સર્વે સર્વમાં એકજ, એકાનેક વિચારે છે, ચઢતા ભાવે સાપેક્ષાએ, વંદીને ઘટ ધારો. પ્રભુ મહાવીર જિનવરવાણી, આગમ શાસ્ત્ર પ્રમાણુછ કલિયુગમાં આધાર ખરે એ, જાણી મનમાં આણીજી; સૂત્રોમાં જિનપ્રતિમા ભાખી, આરાધે ભવી પ્રાણજી, પ્રભુની વાણુ મુક્તિનિશાની, અનંત ગુણની ખાણી.
For Private And Personal Use Only