________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ પરિણામી સમ્યગુદ્દષ્ટિ, શુદ્ધ ભાવને પામે છે, અશુભ કષાયે પ્રગટ્યા વારે, દેહાધ્યાસને વામજી, નિર્ભય નિઃસંગી બળીયે થે, કાર્ય કરે નહિ હારે, તીર્થકર સર્વે ઉપદેશે, પ્રભુપણું ઘટ ધારે. નામ રૂપમાં નિર્મોહી હૈ, પ્રભુભકતે શિવ વરતાજી, સર્વ કાર્ય કરતા અધિકારે, ભયથી ન પાછા પડતાજી; મર્દ બનીને દર્દ સહે સહુ, ધર્મ કર્મ વ્યવહારેજી, જ્ઞાન કર્મ ને ભક્તિઉપાસન –ગને અંતર ધારેજી મુક્તિ ભવમાં સમભાવી થે, ધમ કેમ નહીં મૂકેજી, જીવન્મુક્ત બને હૈયે પણ, કર્તવ્ય નહી ચૂકેજી; દેવગુરૂને કરીને સ્વાર્પણ, જેને જિન છે જાતાજી, શાસનદેવી સેવા સારે, ધર્મની સેવા ચહાતાજી.
છે
પાર્શ્વનાથ ચૈત્યવંદન. પાર્શ્વનાથ પાસે પ્રભુ, આત્મ જ્ઞાનથી દેખે, જડવણ આતમ ભાનથી, પ્રગટ પ્રભુ નિજ પેખે. જલધિમાં તારે યથા, ખેલે સ્વેચ્છાભાવે; તથા જ્ઞાની જડ વસ્તુમાં, ખેલે જ્ઞાન સ્વભાવે. પંચ વર્ણની માટીને, ખાઈ બને છે તક શંખની પેઠે જ્ઞાની બહુ નિ:સંગી સંકેત. દેખે અજ્ઞાની બહિર, અંતર દેખે જ્ઞાની, જ્ઞાનીના પરિણામની, સાક્ષી કેવલજ્ઞાની. જ્ઞાનીને સહુ આસ-સંવરરૂપે થાય; સંવરપણુ અજ્ઞાનીને, આસવ હેતુ સુહાય. પાર્શ્વ પ્રભુએ ઉપદિ એ, જ્ઞાન અજ્ઞાનને ભેદ, બુદ્ધિસાગર આત્મમાં, જ્ઞાનીને નહીં ખેદ.
For Private And Personal Use Only