________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) એકી સાથે રૂા. ૧૦૧, આપનાર કોઈપણ ભાઈ અગર હેન લાઈફમેંબર થઈ શકે,
(૩) કેઈપણ જાહેર સંસ્થા, સભા, જ્ઞાનમંદિર અને વ્યવસ્થિત ચાલતી લાઈબ્રેરી (પુસ્તકાલય) આ મંડળમાં લાઈફમેમ્બર માત્ર રૂા. ૭૫માં થઈ શકે.
(૪) સર્વ સભ્યોને શરૂઆતમાં જ મંડળનાં પ્રગટ થયેલાં રૂ. ૨૦) ની કિંમતનાં પુસ્તકે જે યોગ્ય પ્રમાણમાં શિલિક હશે તેમાંથી એકેક નકલ તથા પેટ્રનને બબે નકલે આપવામાં આવશે તથા હવે પછી પ્રગટ થનાર તમામ પુસ્તકે એ રીતે વિના મૂલ્ય ભેટ મળશે.
(૫) ટુંક સમયમાં પ્રગટ થનાર શ્રીમદ્દ સચિત્ર દળદાર “સ્મારક અંક” તથા ગુરૂમહારાજનું વિસ્તૃત સચિત્ર અનેક ફટાઓવાળું પાકા પુઠાનું જીવન ચરિત્ર પણ ભેટ આપવામાં આવશે.
(૬) થએલ સભ્યોનું મંડળ તેજ “શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” ગણશે, જે મંડળની બેઠક ઓછામાં ઓછી વર્ષમાં એકવાર નિણિત સ્થળે ભરવામાં આવશે, તથા જ્ઞાન પ્રચાર તેમજ ગુરૂભક્તિના વધુ સંગીનકાર્યો માટે વિચારણું ચલાવશે.
(૭) પ્રતિવર્ષ મંડળને ઉપજ ખર્ચને હિસાબ રાખી પ્રગટ કરવામાં આવશે અને શરૂઆતમાજ વ્યવસ્થાપક મંડળ નક્કી કરવામાં આવશે.
(૮) પ્રત્યેક ગુરુભક્ત, સાહિત્યરસિક, શાસનપ્રેમી, જ્ઞાનપ્રિય બધુ અને બહેનોને શ્રીમદ્દના આ સાચા જીવન્ત સ્મારકને લાભ લેવા અને યથાશક્તિ તેમાં જોડાવા અમારી નમ્ર વિનંતી છે.
(૯) આ ખાતામાં આપેલી રકમ ફક્ત જ્ઞાનમાર્ગે જ વપરાવાની હોવાથી જ્ઞાન તથા શુભકામે સંકલ્પેલી રકમ પણ આ ખાતે સ્વીકારી શકાશે.
(૧૦) કેઈપણ લાઈફ મેમ્બર રૂ. ૧૫૦) ભરી પેટ્રન બની શકશે.
મંડળ મારફતે પ્રગટ થનાર પુસ્તકે માટે મદદ આપવાની ઈચ્છા વાળા ભાઈઓ તથા બહેનોને (તેઓની મદદની નોંધ સાથે) દરેક રીતે સગવડ કરી આપવામાં આવશે. - લોકપ્રિય માસિક બુદ્ધિપ્રભાને સારા સંગીન સાહિત્યથી પૂર્ણ કરી ફરી પ્રગટ કરવાની પણ ધારણા છે. ઉપરોક્તજના પ્રમાણે બનેલા સભ્યની મુંબાઈમાં એક મીટીંગ મળી હતી અને આ યોજના અમલમાં આવી ચુકી છે. સભ્ય થવા ઈચ્છનારે નીચેના સ્થળે નામ નેંધાવવાં.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
સ, પાદરા ( ગુજરાન )
For Private And Personal Use Only