________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોધાવી નિવાસી સુપ્રસિદ્ધ શેઠ, અમૃતલાલ કેવળદાસનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
૧ આ ઉદારચરિત ગુરૂભક્ત શેઠશ્રીને જન્મ ગધાવીમાં સ. ૧૯૨૭ ના ફાગણ સુદી પંચમીના શુભ દિવસે થયો હતો બાલ્યાવસ્થામાં પિતાની જન્મભૂમીમાંજ પ્રાથામક અભ્યાસ કરી તેઓશ્રીએ સં. ૧૯૪૦ માં ભાગ્યવશાત મુંબઈ આવવાનું બનતાં ત્યાંની વિખ્યાત ધી. એલફીન્સ્ટન હાઈસ્કૂલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ પૂર્ણ ખંત અને કાળજી પૂર્વક કરી આ જમાનાને જરૂરી એવું ભાષાજ્ઞાન મેળવ્યું અને મહેમ જૈનકુલ ભૂષણ નરરત્ન શેઠ. વીરચંદભાઈ દીપચંદભાઈ સી. આઈ. ઈ. જેઓ અમૃતલાલભાઇના વડીલ કાકા થતા હતા તેમના સહવાસમાં તેઓ આવ્યા આ સહવાસથી તેમનામાં, મહું શેઠના પરોપકાર દયા આદી-ઊચ્ચાદર્શ ગુણોનાં બીજ રોપાયાં અને બાલ્યાવસ્થાનાં એ સંસ્કારનાં બીજ વિકસીત થતાં પુખ્ત ઉમરે તેના મીષ્ટ ફળોના આસ્વાદને વડે પોતાના જીવનને અધીક ઉચ્ચ બનાવવા શક્તીવંત બન્યા.
૨ અભ્યાસ પૂર્ણ થયા પછી તેઓ Cotton રૂના ધંધામાં અનુભવ પ્રાપ્ત કરી તેમાં જોડાયા અને શેઠ. મોરારજી ગોકુલદાસ તથા બીજી મીલની રૂની ખરીદીનું કાર્ય તેમણે ઉપાડી લીધું તથા પ્રમાણીકતા બહેશી ખંત અને કાર્ય દક્ષતાથી મીલ એજટે તથા વેહેપારીઓનો સારો ચાહ મેળવી પોતાનો ધંધે સફળતાથી હજી સુધી ચલાવ્યેજ જાય છે.
૩ અમૃતલાલભાઈએ પોતાના જીવનમાં પ્રાપ્ત થએલી પરોપકાર દયા તથા ધર્મ ભક્તિ કરવાની અમૂલ્ય તકે વ્યર્થ જવા દીધી નથી.
દુષ્કાળ પ્રસંગે અમરતલાલભાઈએ મહેમ દાનવીર શેઠ. વીરચંદ દીપચંદભાઈ તથા અન્યદાન પ્રિય-સજન શ્રીમંતો પાસેથી મદદ મેળવી વાસ, ગરીબો માટે અનાજ વગેરે પુરૂ પાડવાની દુકાનો વગેરે ઉઘાડીને જાત મહેનત કરવા ઉપરાંત પિતે પણ આવા સતકાર્યોમાં દ્રવ્યને ફાળે આ પીને પિતાની પ૫કારાદિ વૃત્તિઓને પિષી હતી.
For Private And Personal Use Only