________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિશ વદિ ૧૪ ના પ્રાતઃકાલે મૈતા. અમરતલાલ સાંકળચંદના હસ્તે ઘણાજ ઉત્સાહપૂર્વક કુંભસ્થાપનવિધિ કરવામાં આવી અને ગુરૂશ્રીએ વાસક્ષેપ કર્યો પ્રતિષ્ઠા વિધિ કરાવવા પેથાપુરવાળા વૈદ્ય, ચંદુલાલ મગનલાલ, કેશવલાલ મનસુખરામ, તેમજ વિજાપુરવાળા ભીખાભાઈ કાળીદાસ વિગેરે પધાર્યા હતા. આ પ્રસંગે સમવસરણની રચના ઉત્તમ પ્રકારે કરવામાં આવી હતી તેમજ ચેઘડીઆ બેંડવાજા વિગેરેથી શોભામાં ઘણેજ વધારે થયો હતો. દેરાસરને વિશાળ ચોક મંડપ બાંધી વજા પતાકાઓથી શણગારવામાં આવ્યો હતો દરરોજ આંગી વિગેરેના ઠાઠ સાથે ગુરૂશ્રીની રચેલી જૂદી જૂદી પૂજાઓ રસપૂર્ણ ભણાવાતી હતી. તેમજ રાત્રે ભાવના લાઈટ વિગેરેથી ઘણે આનંદ છવાઈ રહેતો હતો. માહ સુદિ ૧ ને જળયાત્રાને તેમજ સુદિ ક રથયાત્રાને વરધોડે મેટા આડંબરથી પૂર ભભકાસાથે ચડાવવામાં આવ્યો હતો. જેમાં બેંન્ડ, હાથી, ઘેડા, રથ, બગી, મોટર, સાબેલા વિગેરેને ઠાઠ અપૂર્વ હતો. અને તે જેવા ગામ તેમજ બહાર ગામના સર્વવર્ણના માણસે એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે ચાલવાની પણ મુશ્કેલી પડતી હતી. સુદિર તથા સુદિ 8 ના રોજ અનુક્રમે નંદાવર્તનું પૂજન તેમજ યક્ષ પક્ષાણીનું પૂજન કરવામાં આવ્યું હતું, મહા સુદિ ૪ ના રોજ સર્વ પ્રતિમાજીને અભિષેક કરવામાં આવ્યા હતા મહા સુદિ ૫ ના રોજ સવારના આઠ વાગ્યાથી આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂારજીના પવિત્ર હસ્તે પ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ અને તેઓ શ્રી ઉલ્લાસપૂર્વક મધુરધ્વનિના મધુરસ્વરથી મ ચ્ચાર કરાવતા હતા. કલાક ૯. ૭ મિનિટે શુભ મુહૂર્ત રૂ ૨૧રપ) ના ચડાવાથી મેતા. રાયચંદ ભાઈ રવચંદે તથા તેમનાં પત્નીએ મૂલનાયક શ્રી પદ્મપ્રભુજી મહારાજને તખ્ત પર બિરાજમાન કર્યા હતા અને શ્રીમ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ સર્વ પ્રતિમાજીપર વાસક્ષેપ કર્યો હતો. આ વખતને દેખાવ અને આનંદ અવર્ણનીય હતો. જેને ખ્યાલ નજરે જોનારનેજ આવી શકે આ પ્રસંગે કુલ ઉપજ રૂ. ૧૮૦૦૦) યાર હજારની થઈ હતી જે નીચે મુજબ હતી.
For Private And Personal Use Only