________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તુ અરે તે હું અરે! જે તું નહીં તે હું નહીં, જે જાતિ તે હું જાતિ છું એ, એજ્યમાં બીજું નથી. જે જે ગુણે હારા અરે! મહારા અરે! તે તે ગુણે, હારૂં અને મહારૂં ખરૂં તે, અકય છે એ વસ્તુતઃ જે હું અને જે તું અરે ! એ વૃત્તિના મધ્યે રહ્યું, છે શુદ્ધતપાસનામાં, મસ્ત હું રાચી રહું. ગભીર હારા રૂપને-પારજ લહું નહિ થાનમાં કથતાં ઘણું બાકી રહે એ, વાતને સાક્ષી તુહીં. હારા વિના ગમતું નથી, મન માનતું નહિ અન્યને; સહેવાસ નહિ વિયેગને, ક્ષણ લાખ વર્ષે સમ થયે. ૫ જે દીલમાં આવે અરે! તે, લેખિની લખતી નથી, શુભ વાણું સહુ કહેતી નથી, એ દીલ જાણે દીલને, હારા વિના સાક્ષી નથી, હારા વિના રહેવું નથી, હારા વિના વદવું નથી, હારા વિના જેવું નથી. ક્ષણ માત્રમાં દિલમાં કુરે, એ સર્વ હારૂં થઈ રહ્યું મહારૂં અને ત્યારૂં અરે! એ ભેદ પણ ભૂલી ગયે. આધેયને આધાર તું, જિનરાજ, ધ્યાને તું રહે; બુધ્ધિ હલાસન, કલેલની ધ્વનિ કરે.
શારિત ૩ વિ. સંવત ૧૯૬૮ ભાદરવા સુદિ ૧૧ રવિવાર
પ્રભુ પ્રેમ ખુમારી. પ્રેમ ખુમારી એર પ્રભુ તુજ પ્રેમ ખુમારી એર, ચારૂં પ્રેમનું તેર, પ્રભુજી પ્રેમ ખુમારી આર. અટપટ પંથ છે પ્રેમને રે, ધડ પર શીર્ષ ન હોય, ખેદ ભેદ ભય જ્યાં નહીં રે, ઉલટી આંખે જોય. મા. ૧ હું તું ભેદ રહે નહીં રે, જ્યાં સઘળું કુરબાન, મોહવાસના કન્યાં નહીં રે, લાગી રહે એક તાન. પ્રભુe ૨
For Private And Personal Use Only