________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી મહાવીર સ્તવન.
(વૈદરભી વનમાં વલવલે-એ રાગ.) વીર જિનેશ્વર વન્દના, હાજે વારંવાર; લળી લળી વિનવું પ્રેમથી, મારા પ્રાણાધાર, વીર. ૧ ભટ ભવમાં ભૂલથી, વેઠયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિકે, સ્થિરતા નહીં લગાર. વિર૦ ૨ પુયે મનુજભવ પામિ, મળ્યા ત્રિભુવનનાથ, શરણુ શરણ સાચું ગ્રહ્યું. ઝાલા સેવક હાથ. વીર. ૩ સાચી સેવા સ્વામીની, બીજું આળપંપાળ; તુજ દર્શન રાચી રહું, મેઘ ચાતક બાળ. વીર. ૪ બાળકના બહ દેષને, ટાળે તાત કૃપાળ; ત્રાતા મારા છે સદા, દેઉં ટાળો દયાળ. વીર. ૫ બાળક માની આગળ, બેલે મનની વાત તુમ આગળ મુજ વિનતિ, માને એ અવકાત. વીર. ૬ તારે બાપ બાળને, સરશે સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપની લાજ. વીર. ૭ ચન્દનબાળા બાકુલે, લીધું શિવપુર રાજ; અપરાધી કઈ તારીઆ, કરજે સેવક સાજ. વીર. ૮ શરણાગત મુજ સાહિબા, સાચો તુજ વિશ્વાસ, ચરણકમળની સેવના, પૂરે સઘળી આશ. વિર૦ ૯ વીર વીર હૃદયે વસે, શરણું સાચું એક બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટે. વીર. ૧૦
(સાણંદ)
શ્રી વીર સ્તવન. (ઓધવજી સંદેશે કહેશો શ્યામને એ રાગ. ) પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમાં, વીર જિનેશ્વર ત્રિશલાનન્દન દેવજે;
For Private And Personal Use Only