________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
१ प्रथम अक्षुद्र गुण.
खुद्दोत्ति अ गंभीरो, उत्ताणमई न साहए धम्म; सपरोपयारसत्तो, अखुद्दो तेण इह जुग्गो.
ક્ષદ એટલે અગંભીર અર્થાત ઉછાંછળી તુચ્છ બુદ્ધિવાળો જે હોય તે ધર્મ સાધી શકે નહીં. જે અશુદ્ધ અર્થાત ગંભીર હોય છે તે સર્વ જેએલું તથા દેખેલું હૃદયમાં રાખે છે, મોટું પેટ રાખે છે, અર્થાત સર્વ મનમાં રાખે છે. ગંભીર મનુષ્ય એકદમ લાભાલાભને વિચાર કર્યા વિના જે કંઈ જેએલું વા દેખેલું હોય તત્સંબંધી બકબકાટ કરે નહીં, ગમે તેવું જાણ્યું હોય તે પણ અનર્થકારક હોય તો તે અન્યને કહે નહીં, ક્રોધ, લોભ, માન અને માયા આદિ દોષોના વા થઈ કેઈની વાત કોઈને કહી દે નહીં, તે ગંભીર ગુણવાળે સમજો. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય કોઈના મને ઉઘાડા પાડે છે, કોઈના દોષોનું કથન કરે છે, તેથી તે સ્વપરનું હિત કરી શક્તો નથી અને ઉછાંછળી બુદ્ધિના મેગે તે જ્યાં ત્યાં અશાન્તિ કરનાર થઈ પડે છે. તુચ્છ બુદ્ધિ વાળે મનુષ્ય જરા વાતમાં છેડાઈ જાય છે અને તેથી સામાનાં છતાં વા અછતાં છિ . જ્યાં ત્યાં બોલવા મડી જાય છે. ખાનગી (ગુપ્ત) વાતોને તથા કોને પણ તે ઉઘાડાં પાડી દે છે તેથી તે પિતાના આત્માનું હિત કરી શકતો નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય કોણ જાણે કઈ વખતે શું કરશે તેને પણ નિશ્ચય થતો નથી.
તુચ્છ બુદ્ધિવાળા અનેક સંકટના વાદળાં મનરૂપ આકાશમાં ઉભાં કરે છે, તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય પિતાનું તથા પિતાના સંબંધીઓનું ભલું કરવા સમર્થ થઈ શક્તો નથી. તુચ્છબુદ્ધિવાળો મનુષ્ય સંસારવ્યવહારમાં પણ પ્રતિષ્ઠા પામી શકતા નથી અને તે મનુષ્ય જગતમાં ઉચ્ચ પદવી પર ચઢી શકતા નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય સર્ષની પેઠે ભયંકર લાગે છે. તે પિતાના કુટુંબને પણ શાતિમાં રાખી શકતા નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય પિતાના સંબંધીના દે વદીને તેની હેલના-નિન્દા કરાવે છે અને તેથી કોઈ વખતે કોઇના પ્રાણુને નાશ પણ થાય છે. તુચ્છ બુદ્ધિવાળાને કોઈ પિતાના હૃદયની ખાનગી વાત કહી શકતું નથી, અનેક દોષોને આકર્ષિનાર તુચ્છ બુદ્ધિજ છે; માટે મનુષ્યોએ તુચ્છ બુદ્ધિને ખરા અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ અને ગંભીર ગુણને ધારણ કરવો જોઇએ.
For Private And Personal Use Only