________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષ
9
સાપેક્ષદષ્ટિએ જે નિશ્ચય કરે છે તે ગુરથી ત્રણ કાલમાં ભિન્ન થતું નથી. ગુરૂ અને શિષ્ય બને એકરૂપ બનીને તેવી સ્થિતિમાં બ્રહ્માનંદજીવને જીવતા છતાં કર્તવ્ય કાર્યોને કરી શકે છે તેવી દશામાં ગુરૂનાં અને શિષ્યનાં ફક્ત શરીર ભિન્ન હોય છે પરંતુ મન અને આત્મા તે એક રસરૂપ બનીને વહે છે. આવી દશાના શિષ્ય થયા વિના શિષ્ય દશાને આનંદરસ પ્રાપ્ત કરી શકાતું નથી અને ગુરૂમાટે તેવી દશા વિના આત્મસમર્પણ થઈ શકતું નથી. જે ગુરૂથી જુદા પડે છે, ગુરૂના વિચારને પોતાના કર્યા વિના ગુરૂનો પ્રેમ ગુરૂની આશીષ ચાહે છે તે શિષ્ય વ્યવહારમાં ઉધેલા છે, તેઓ ગુરૂની સાથે અભેદ બ્રહ્મભાવ કરવાને શક્તિમાન થતા નથી. ઉત્તમ શિષ્ય પિતાના ગુરૂના વિચારોને અને પ્રવૃત્તિને સદા સર્વથા અનુકુલ માને છે અને તેમના જીવતા બ્રહ્મની સાથે સ્વબ્રહ્મને અભેદ્ભાવ કરીને અદ્વૈત શુદ્ધબ્રહ્મરસની ખુમારીમાં મસ્ત બને છે. તેઓ મગજને તાબે થઈને તર્ક વિતર્કમાં જીવન વ્યતીત કરતા નથી. તfsuતિષ્ઠાન તર્કોનું ઠેકાણું નથી. તેની પર. પરાને પાર આવતું નથી માટે ગુરૂના વિચારે અને આચારેને હૃદયથી અનુકુલ માની ગુરૂબ્રહ્મની ઉપાસનામાં તેમના વિચારેના અને આચારતા અનુકુલ થવું તેજ ગુરૂ બ્રહ્મ પ્રસન્નતાની અને આત્માનન્દ જીવનની ઉત્તમમાં ઉત્તમ જ્ઞાનકુંજ પ્રાપ્ત કરવી જોઇએ. ગુરૂના વિચારમાં અને પ્રવૃત્તિમાં પ્રતિકુલ :ષ્ટિએ તર્ક કરવામાં આવે તો દુનિયામાં કોઈ પણ ગુરૂની માન્યતા સિદ્ધ થઈ શકતી નથી માટે તર્ક કરતાં હૃદયને માન આપીને ગુરૂબ્રહ્મના વિચારોમાં અને અચારોમાં શ્રદ્ધાથી ભક્તિથી અનુકુળતા ભાવવી અને તે આચારમાં મૂકી બતાવવી કે જેથી આત્માની શુદ્ધતા તેવી દશામાં સહેજે થઈ શકે છે તેને અનુભવ આવી શકે. ગુરૂના વિચારોમાં સાક્ષાત ગુરૂને દેખવા તથા ગુરૂના આચારમાં સાક્ષાત ગુરૂશ્વા અનુભવ કરશે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં કરતાં બ્રહ્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ થવાને અને રાગદ્વેષાદિ ભેદ વૃત્તિ ટળી જવાની-અને અનંત આનંદને સાક્ષાત્કાર થવાને. આ પ્રમાણે સુપાત્રશિષ્યો વર્તી શકે છે અને શુદ્ધબ્રહ્મને અનુભવ કરે છે. જે ગુરુબ્રહ્મની એ પ્રમાણે ઉપાસના કરે છે તેને પરમબ્રહ્મની ઉપાસના થઈ અને તેને પરમબ્રહ્મપદ મળવાનું એ નિઃસંશય છે.
७४ गुर्वात्मतन्मयीभावेनजीवकः શ્રી ગુરૂના આત્માની સાથે તન્મયભાવવડે જીવનાર શિષ્ય સ્વમેવ
For Private And Personal Use Only