________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શિષ્યોપનિષg.
-
-
કરણ કરી ગુરૂને અનુસરે છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. અનન્ત જ્ઞાનમય ગુરૂ હોય છે. તેમના સદ્દવિચારની સદાચારોની મતિરૂપ જે બને છે તે ગુરૂને ભક્ત શિષ્ય ગણાય છે. ગુરૂના વિચારમાં જે ગુરૂને દેખે છે, ગુરૂના જ્ઞાનને ઉપદેશને જે ગુરૂ માને છે. તથા ગુરૂનિર્દિષ્ટ પ્રવૃત્તિમાં જે ગુરૂને દેખે છે, પૂજે છે તે ગુરૂ વિચારાચાર મૂર્તિ બની શકે છે. ગુરૂના વિચારેથી અને ગુરૂનિર્દિષ્ટ આચારથી જે વિરૂદ્ધપક્ષી છે તે ગુરૂના નામનો શિષ્ય ગણતા હોય તો પણ વસ્તુતઃ તે શિષ્ય નથી. ફક્ત તે નામને શિષ્ય છે. ગુરૂના ઉપદિષ્ટ વિચારમાં અને ગુરૂનિર્દિષ્ટ આચારમાં પ્રવૃત્તિમાં સાપેક્ષતાએ અત્યંત મહત્વ રહ્યું છે એમ જે અનુભવ કરે છે તે ગુરૂને ભક્ત-શિષ્ય-ઉપાસક બની શકે છે. ગુરૂએ શિષ્યોને તેઓના અધિકાર પ્રમાણે જે જે વિચાર-ઉપદેશ, સિદ્ધાંતો અને સદાચારોપ્રવૃત્તિ દર્શાવી હોય તે તે વિચારોની અને આચારની વૃત્તિની જે મૂર્તિ રૂપ બને છે તે સત્ય શિષ્ય ભક્ત બની શકે છે. શ્રીસરનો દેહ છતાં પણ વા નહિ છતાં પણ ગુરૂએ જે જે ઉપદેશ આપ્યા હોય. જે જે જ્ઞાન આપ્યું હેય તથા જે જે કાર્યો દર્શાવ્યાં હોય તેઓને જે વર્તમાનમાં તથા ગુરૂના અભાવે ભવિષ્યમાં પણ જે સેવે છે તે ગુરૂને ભક્ત-શિષ્ય-ઉપાસક બની શિષ્યની ફરજ અદા કરી શકે છે.
३५ सर्वनयसापेक्षज्ञानवान् .
જે મનુષ્યો શ્રી સશુરૂના ઉપદેશો, વિચારે, આચારની મૂર્તિરૂપ બને છે તેઓમાં સર્વનયસાપેક્ષજ્ઞાનનો પ્રકાશ થાય છે. વિશ્વમાં અનેક જ્ઞાન દષ્ટિ હોય છે. અસંખ્ય દષ્ટિરૂપ અસંખ્યયેની અપેક્ષારૂપ જ્ઞાનથી સર્વ પ્રકારના વિચારમાંથી પરસપર અવિરેધીપણે સત્ય ગ્રહાય છે અને કદાગ્રહ રૂપ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે તેથી અનન્તજ્ઞાનરૂપવતુંલદષ્ટિમાં સર્વ દષ્ટિને સમાવાની શક્તિ પ્રગટે છે, એવી દષ્ટિને અનેકાન્તદષ્ટિ–અનેકાન્ત માર્ગ–અનેકાન્તજ્ઞાન કથવામાં આવે છે. સર્વનયસાપેક્ષજ્ઞાન પ્રાપ્ત થવાથી ધર્મશાસ્ત્રમાં પ્રગટતા અને વિરોધ સમે છે, અને મિથ્યાજ્ઞાન તથા રાગ, હેપને પણ ઉપશમ થાય છે. સરૂ, સર્વેનની અપેક્ષાએ સર્વધર્મ દાને સમજાવીને શિષ્યને સાપેક્ષનયજ્ઞાન સમ છે. ત્યારે શિષ્યમાં ધમની યોગ્યતા પ્રગટે છે.
For Private And Personal Use Only