________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમાપના.
હરિગીત છંદ ચાલ. ખમું ખાવું સર્વને હું, વૈર સઘળાં પરિહરી; જગત જીવો મિત્ર મહારા, ભાવના મનમાં ધરી; અજ્ઞાનને વળી ષથી કોઈ જીવને માર્યા અરે, ખમું ખાવું જીવ રાશિ સામ્યભાવે જગ ખરે. ક્રોધના આવેશમાંહિ નિંદ્ય વચનો જે કહ્યાં, ક્રોધના આવેશમાંહિ ચિત્ત પરનાં જે દહ્યાં; ક્રોધના આવેશમાંહિ જે કર્યું તે નહિ ખરું, ખમું ખાવું જીવરાશિ સામ્યતા મનમાં ધરું. ચતુરશિતિ લક્ષાનિ જીવ મારા મિત્ર છે, સિદ્ધાસમાં સત્તાથકી તે જ્ઞાનભાવ વિચિત્ર છે; હેપી નહિ કોઈ જગતમાં મમ દૈષવૃત્તિ નહિ ખરી, ખમું ખાવું જીવરાશિ મિત્રતા મનમાં ધરી. સુખ દુઃખ જે મન સાંપડે તે પુણ્ય પાપે અનુભવ્યું, જગત જીવ નિમિત્ત માત્ર જ અનુભવીને અનુભવ્યું; અશુભ કર્તા કે નહિ મુજ વૈરી નહિ કે જાણિયું, ખમું ખમાવું જીવરાશિ જ્ઞાન નિર્મલ આણિયું. ત્રિયોગથી અપરાધ કીધા જગત જીવોના પ્રતિ,
www.kobatirth.org
For Private And Personal Use Only