________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) છું. હે શિષ્યો ! તમને મારાથી બનતા પ્રયને ઉચ્ચભાવનાના અધિકારી ન બનાવ્યા હોય તેની ક્ષમા કરશે. હે શિષ્યો ! તમારું યથાયોગ્ય કલ્યાણ કરવામાં મેં યથાર્થ ઉપદેશ ન દીધું હોય તે તેની ક્ષમા ઈચ્છું છું. હે શિષ્ય ! તમારા પ્રતિ નિષ્કામ–ઉપકારબુદ્ધિથી ન વર્તાયું તે તે સંબંધી મિચ્છામિદુકાં દઉ છું. હે શ્રાવકે !હે શ્રાવિકાઓ ! મનવચન-કાયાથી તમને અપ્રીતિ ઉપજાવી હોય આશાતના કરી હોય, તે ખમાવું છું. અને તમે પણ ખમશે. શ્રાવકે અને શ્રાવિકાઓપતિ સમ્યગાચરણના અભાવે જિનાજ્ઞા વિરૂદ્ધવર્તન થયું હોય તે તે સંબંધી ખમાવું છું અને તે પણ ખમે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી મારા આત્માને ધર્મ ધ્યાનાદિકથી ન ભાવ્યા હોય તે સંબંધી પશ્ચાત્તાપ કરું છું. જે અન્ય જીવોને ખમાવતો નથી, તેને આરાધના નથી. હે જીવ! કેાઈને શત્રુ ધારીશ નહીં. તારું ભૂંડું કરવા કોઈ પણ સમર્થ નથી. સર્વ મિત્ર છે. કૅધ, માન, માયા, લોભનો ત્યાગ કરીને સર્વજીને ખમાવ!! હૃદયમાં લઘુતા ધારણ કરી ઉચ્ચભાવમાં પ્રવેશ કર !! કુંભારના ઘરની પાસે ઉતરનાર સાધુના મિચ્છામિદુની પેઠે વર્તન ન કર !! તારું ભલું કરવું તારા હાથમાં છે, અનંતભવપરંપરાને તું તોડી નાખજે.
www.kobatirth.org
For Private And Personal Use Only