________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) છે. માટે સાતનય અને સપ્તભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આત્મતપાસક પ્રિય બંધુઓ ! મારા અને તમારા આમાએ એક સરખા ધર્મવાળા છે. તમારામાં અને મારામાં કશે ભેદ નથી. તમે અને હું ચેતન્યધર્મવાળા છીએ. તમારા અને મારા શુદ્ધરૂપમાં કંઈ પણ ભેદ નથી. તમારી અને મારી સમાન જાતિ છે. તમારી અને મારી કર્મઉપાધિથી વિચિત્ર અવસ્થા દેખાય છે. તે કર્મજનિત વિચિત્ર અવસ્થાથી કંઈ મૂળરૂપમાં ભેદ પડતા નથી. આપણું શુદ્ધધર્મને સેવતાં કપાધિ દૂર થાય છે. તમે જ્ઞાનાદિ અનંત ગુણવાળા છે, અને હું પણ જ્ઞાનાદિ અનંત ગુણવાળે છું. તેથી હે આત્માઓ !તમને હું પ્રેમથી ભેટું છું. શુદ્ધ પ્રેમથી તમને ભેટતાં સહજાનંદની ખુમારી પ્રગટે છે. હે જી ! જીવવધર્મની અપેક્ષાએ તમારામાં અને મારામાં કંઈ છેટું નથી. હે ભવ્યાત્માએ ! જેવું મારુંરૂપ છે તેવુંજ તમારું રૂપ છે. જ્યારે શુદ્ધધર્મ તમારે અને મારે એક છે, ત્યારે તમે સર્વ જીવો મારા સત્ય મિત્રો છે. એમાં શું કહેવું. તમારી સાથે મિત્રભાવથી વર્તે આત્માની શક્તિ પ્રગટ કરવાને ઉપાય તમને બતાવું અને તમારા આત્મપ્રતિ ભાવદયાથી વા ચિતન્યભક્તિથી વર્તે એમાં હું કંઈ વિશેષ પ્રયત્ન કરતો
www.kobatirth.org
For Private And Personal Use Only