________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) જથ્થાબંધ ઉઘડે છે, તેથી ત્યાંના લોકે આ બાબતમાં જાગ્યા છે. ત્યારે હિંદુસ્તાનના લેકે આવા ખરાબ વ્યસનમાં સપડાય છે. અહીં તેમનું કેટલું અજ્ઞાન? હવે સર્વપ્રજાઓ જાગો! અને દારૂને દેશપાર કરે ! દારૂને સદાને માટે રજા આપે, હિંદુસ્તાનની પડતી કરાવનાર જ દારૂ છે. એમ સમજે ! કહ્યું છે કે – कुर्वति ये सुरापानं, पापमार्गप्रवर्तकाः आत्मधर्मविहीनास्ते, याता यास्यंति दुर्गतिम् ।।
બુદ્ધિહીન, પાપ માર્ગના પ્રવર્તક, સદગુણેના ભક્ષક રાક્ષસો જેવા જે દારૂ પાન કરે છે તે આમ ધર્મથી ભ્રષ્ટ થએલા એવા દુર્ગતિમાં ગયા અને જશે, જે તમને પાપને ભય લાગતો હોય અને તમારે માણસામાં ગણવું હોય તે બિલકુલ દારૂના સામું પણ જેશે નહીં, જે રાજા–ઠાકોર દારૂથી દૂર રહ્યા છે તેઓ નિર્મલ ધર્મ બુદ્ધિ પ્રાપ્ત કરે છે. ઉપસંહારમાં હવે કહેવાનું કે સર્વ મનુષ્ય!! તમે દારૂથી દૂર રહે!—નક્કી
www.kobatirth.org
For Private And Personal Use Only