________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) ભાવાર્થ-શત્રુવર્ગ અને બંધુવર્ગ પ્રત્યે જેને સમાન ભાવ છે-એકને પર અને બીજાને સ્વકીય નથી સમજતે, વળી સુખદુઃખમાં પણ સમાન ભાવ-એકને જોઈ ખુશી અને બીજાને જોઈ રૂષ્ટ નથી થતો. પ્રશંસા અને નિંદામાં સમાનતા એટલે ઉત્કર્ષ અને અપકર્ષને મનમાં ધારતા નથી, તેમ જ જીવન અને મરણમાં જેને સમભાવ હોય છે અને સુવર્ણ તથા ઢેફામાં જેને સમાનભાવ હોય તે સાચે શ્રમણ જાણવો.
વળી તેવા પ્રકારનું પ્રમણપણું જ્ઞાન અને શુદ્રક્રિયાના અભ્યાસથી અવશ્ય પ્રાપ્ત થાય છે. અભ્યાસીને શું દુષ્કર હોય ?
કહ્યું છે કેअभ्यासेन क्रियाः सर्वाः, अभ्यासात्सकलाः कलाः । अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥१॥
ભાવાર્થ—અભ્યાસથી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે. તેમ જ સમગ્ર કળાએ અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ધ્યાન તથા મોનાદિક યુગ પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે; અભ્યાસ કરનારને કંઈ પણ આ દુનીયામાં દુષ્કર નથી. છે ૧ છે
હે આત્મન્ ! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ–વીર્ય તથા અનંત ઉપગ એ જ હારા મૂળ ધર્મો અને આંતરિક ગુણે તેમ જ સાચાં આભૂષણો છે, તેમાં જ રમણતા કરવાથી નિર્જરા થશે. જેથી તું કર્મથી હલકે થઈશ. તેમ જ સંવર નિર્જરા, અને મેક્ષ એ ત્રણ ત હારે ધારણ કરવા યોગ્ય છે.
વ્યવહારથી ગૃહસ્થને પુણ્ય તત્ત્વ પ્રિય હોય છે, પરંતુ
For Private And Personal Use Only