________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) કેવી સ્પષ્ટ રીતે સંભળાય છે. વળી તે ઉત્કૃષ્ટ મધ્યમ અને અધમ બુદ્ધિવાળા તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાદર્શનના અધિકારી થાય છે, એ કારણથી સ્વભાવથી જ સમ્યક્રચારિત્ર અને સમ્યક્દર્શનજનક ઉત્કૃષ્ટ અને મધ્યમમાં પોતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. . ૨ -
સ્વાભાવિક વિવેક દષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તે જ ખરેખર જીનમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તે જ સર્વદા દેખતો ગણાય છે. ઉન્માર્ગે પોતે જતો નથી તેમ બીજાઓને જતાં નિવારે છે. જેમ કે
एकं हि चक्षुरमलं सहजो विवेक
स्तद्वद्भिरेव सह संवसतिद्धितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्ध
स्तस्याऽपमार्गचलने खलु कोऽपराधः ॥ १ ॥ ભાવાર્થ–મનુષ્યોને સ્વાભાવિક વિવેક એ જ એક નિર્મળ નેત્ર છે અને તે વિવેકવાળા પુરૂષો સાથે સહવાસ કરે તે બીજું નેત્ર છે. આ જગમાં આ બંને નેત્રો જેને નથી તે પુરૂષ વસ્તુત: અંધ છે. અને તે અવળે રસ્તે ગમન કરે તેમાં તેને ખરેખર કંઈ પણ અપરાધ ગણાય નહીં. ૧u
સાચો વિવેક જ્યારે પ્રગટ થાય છે ત્યારે શ્રમણપણું પ્રાપ્ત થાય છે. શ્રમણ જીવનની મહત્તા અને પ્રશંસા અનેક શાસ્ત્રોમાં દષ્ટિગોચર થાય છે. જેમ કે – समसत्तुबंधुवग्गो-समसुहदुक्खो पसंसनिंदसमो । समलोट्टकंचणो पुण-जीविदमरणे समो समणो
For Private And Personal Use Only