________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ભાવાર્થ “અન્ય લોકોના હિતનું ચિતવન કરવું તે મૈત્રી ભાવના તેમજ પરના દુ:ખને વિનાશ કરનારી ચિતા તે કરૂણા ભાવના, પર–અન્ય પ્રાણીઓના સુખમાં સંતોષ માનવો તે મુદિતા ભાવના, અને પારકા દોષનું વિમરણ કરવું તે ઉપેક્ષા ભાવના એમ ચાર પ્રકારનું ભાવના સ્વરૂપ જાણવું. ૧ “ સર્વ મિત્ર કરી ચિતવે સાહેલડીરે, કઈ ન જાણે શત્રુ તો; રાગદ્વેષ એમ પરિહરી સાહેલડીરે, કીજે જન્મ પવિત્રતો.”
સમપરિણામી આત્મા હંમેશાં ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાની ભાવના ભાવ્યા કરે છે. તેમજ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે
त्यक्तसंगो जीर्णवासा-मलक्लिन्नकलेवरः । મ ધુવર વૃત્તિ, મુનિ ૧ ? ” | ૨ |
ભાવાર્થ-ત્યાગ કર્યો છે સાંસારિક સંગ જેણે, તેમજ જીર્ણ છે વસ્ત્ર જેનાં, વળી મળવડે વ્યાપ્ત છે શરીર જેનું, અને માધુકરી વૃત્તિ (ગોચરી) ને સેવતો એ હું મુનિચર્યાને ક્યારે આશ્રય કરીશ ?
त्यजन् दुःशिलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाऽहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ? ॥ २ ॥
ભાવાર્થ-દુઃશીલ-દુષ્ટ સ્વભાવ, અથવા દુરાચારીઓના સંસર્ગને ત્યાગ કરતે, તેમજ ગુરૂમહારાજના ચરણરજને સ્પર્શ કરતો અને એને અભ્યાસ કરતો એ હું સંસારને છેદ કરવા માટે ક્યારે શક્તિમાન થઈશ? ૨
महानिशायां प्रवृते, कायोत्सर्गे पुराबहिः મ ધપળ, વૃષઃ સુર્થ વા મચિ રૂા.
For Private And Personal Use Only