________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ) ભાવાર્થ-શ્રી વીરપ્રભુને વિષે હારે પક્ષપાત નથી તેમજ કપિલાદિકને વિષે દ્વેષ નથી, પરંતુ જેનું યુક્તિ મ–શાસ્ત્ર સંમત–અવિરૂદ્ધ વચન હોય તે દેવનો સ્વીકાર કરવો. ૨.
હરિભદ્રસૂરિ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥ ३ ॥
ભાવાર્થ –માત્ર રાગથી પિતાના આગમને અમે આશ્રય કરતા નથી અને ષમાત્રથી પર આગમનો ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દષ્ટિ વડે સ્વીકાર અને અનાદર કરીએ છીએ. ૩
યશવિજય ઉપાધ્યાય स्याद्वादो वर्त्तते यस्मिन् , पक्षपातो न विद्यते । नास्त्यन्यपीडनं किश्चित् , जैनधर्मः स उच्यते ॥४॥
ભાવાર્થ:–જેની અંદર સ્યાદ્વાદ–અનેકાંતવાદ રહેલો હોય તેમજ પક્ષપાત ન દેખાતું હોય અને કિંચિત્ માત્ર પણ અન્ય પ્રાણીઓનું પીડન ન હોય તે જૈન ધર્મ કહેવાય છે. ૪
महाव्रतधरा धीरा-भैक्ष्यमात्रोपजीविनः । सामायिकस्था धर्मोप-देशका गुरवो मताः ॥५॥
ભાવાર્થ–પંચ મહાવ્રતને ધારણ કરનાર, ધૈર્યવાનું, બેતાલીસ દોષ રહિત એવી ભિક્ષા માત્રથી જીવન કરનારા, આઠ પ્રકારના સામાયિક વ્રતમાં રહેલા અને ધર્મના ઉપદેશ– કરનારા હોય તેઓ ગુરૂઓ માનેલા છે. ૫
ચોગશાસ્ત્ર
For Private And Personal Use Only