________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) વા સર્વ વિશ્વવર્તિ પ્રાણીગણની સાથે અભેદ ભાવનાથી અભેદ ભાવે સંબંધ થતાં કેઈની નિંદા વા બૂરું ઈચ્છવું એ આત્મઘાત સમાન અનુભવાય છે, વિશ્વવર્તિ સર્વ જીના શ્રી ચતુર્વિધ મહાસંઘ પૈકી પ્રત્યેક જીવને અભેદરૂપ સત્તાનયની અપેક્ષાએ વા સંઘ દૃષ્ટિએ હું સ્વયં છું, એ અનુભવ કરીને તેને આચારમાં મૂકવાને માનવ પ્રયત્નશીલ થાય છે તે મહાસંઘને સેવક ખરેખર બની શકે છે, અને તેજ શ્રી ચતુર્વિધ મહાસંઘની ખરી સેવા કરવા સર્વસ્વાર્પણ કરીને પરમાત્મપદવી પ્રાપ્ત કરી શકે છે. શરીરનું પ્રત્યેક અંગ વા ઉપાંગે જેમ પિતાના ગણાય છે તેમ સમસ્ત વિશ્વવતિ સર્વ જી-મહાસંઘ-તે સર્વથા મહારું આત્માંગ છે એ ભાવ આવે છે ત્યારે રાજા, આચાર્ય, શહેનશાહ, સાધુ, બાદશાહ અને વિશ્વસેવક વગેરે સેવકોનું સેવકત્વ પરમાત્મપદપ્રદ થઈ શકે છે. જેમ જેમ સર્વ જીની સાથે વા સર્વ ચતુર્વિધ મહાસંઘની સાથે અભેદભાવના વધતી જાય છે તેમ તેમ કોઈ પણ જીવની નિંદા અને અશુભ ચિંતવન તથા તેવી કરણી, મન વચન અને કાયાથી થતી નથી. સ્વાર્થ, ભેગ આદિ વિષથી નિર્લેપ શુદ્ધ પ્રેમના અધિકારી જેઓ બને છે તે ખરેખરા મહાસંઘના સેવક બનીને દેશોન્નતિ, વિશ્રોન્નતિ અને સંન્નતિમાં આત્મગ સમાપવા શક્તિમાન થાય છે. મહાસંધને વા સમસ્ત વિશ્વને પ્રત્યેક મનુષ્ય એમ અવધે કે હું મહાસંઘનું કે વિશ્વનું એક અંગ છું. વિશ્વને ઉપગ્રહ સમર્પવાની સાથે અને મહાસંઘની સેવા સાથે એકાંગભૂત મારી પણ રક્ષા-ઉન્નતિ કરવી જોઈએ. આ પ્રમાણે જ્ઞાતા–મનુષ્ય આત્મજ્ઞાન વડે સવારને માટે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ કરતો નિર્લેપ દશાએ કર્મયોગિત્વની
For Private And Personal Use Only