SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોગ્ય હોય તેઓને પરસ્પર સાધુઓએ તે તે સ્થાને સંપ પ્રેમમાં વિક્ષેપ ન પડે તેવી રીતે ગોઠવવા. ૭ પરસ્પર નિન્દા, ઇષ્ય, કલેશ વગેરે ન થાય એવા આનુભાવિક ઉપાયની પરસ્પર સુવ્યવસ્થા કરીને તે પ્રમાણે વર્તવું. ૮ પરસ્પર એક બીજાના ગચ્છ સંઘાડાના સાધુઓ કે જે પિતાના ગ૭૫તિઓથી વિરુદ્ધ પડી નીકળી ગયા હોય તેઓને પરસ્પર ગચ્છકલેશ વગેરે થાય તેવી રીતે આશ્રય ન આપવે. પણ એક બીજાની અનુમતિ આદિ નિયમ ઘડીને એક બીજાના સાધુઓને સંઘરવા. ૯ પરસ્પર સંઘાટક-ગચ્છ વગેરે લઘુવતુંલે એકબીજાની સાથે શૃંખલાના અંકડાઓની પેઠે પરસ્પર સંબદ્ધ થઈને મહાસંઘવર્તલની એકતામાં લીન થઈ જાય એવી સુયોજનાપૂર્વક સુવ્યવસ્થિત નિયમ ઘડીને તે પ્રમાણે પરસ્પર પ્રવૃત્તિ કરવી. ૧૦ પરપર ગરછીય સાધુએ, ઉપાધ્યાઓ અને આચાર્યો એકબીજાને અમુક તીર્થસ્થલમાં વા કઈ પણ ક્ષેત્રમાં અમુક સમયે મળી શકે અને પરસ્પર એકય ભાવ ખીલે એવા ઉપાયો લેવામાં આવે-તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે. ૧૧ વર્તમાન જમાનાને અનુસરી વિશ્વવતિ મનુષ્યને ધર્મને લાભ મળે એવા સાધુઓ અને સાધ્વીઓ તરફથી આચાર્યાદિની આજ્ઞા પુરસ્સર ઉપાયો લેવામાં આવે. ઉપદેશદ્વારા ગ્રંથદ્વારા–લેખ દ્વારા-ઉપકાર દ્વારા–ગુરુકુલાદિ સુવ્યવસ્થા દ્વારા અને ગામોગામ દેશદેશ વિહાર વ્યવસ્થા દ્વારા સર્વ મનુષ્યને લાભ થાય એવા પ્રયત્ન સેવવા–સેવરાવવા અને જેઓ સેવતા હોય તેઓને સહાય અને માન આપી સાર્વજનિક કલ્યાણ કરી સાર્વજનિક પ્રિયતા મેળવવી. For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy