________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) આવશ્યક પ્રશસ્ય સેવામાં એક ડગલું માત્ર પણ આગળ વધી શકાવાનું નથી, એમ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને આ બાબતમાં પ્રવૃત્તિ કરવી એમ પ્રથમતઃ કથવામાં આવે છે. - માનની ઈચ્છાવાળે મનુષ્ય પ્રમાણિકપણે મહાસંઘની સેવા કરવા શક્તિમાન થઈ શક્તા નથી; એટલુંજ નહિ. પરંતુ જ્યારે તેને માન મળવું બંધ થાય છે, ત્યારે ઉલટું પોતે કરેલી સેવાને માટે પશ્ચાતાપ કરે છે અને તેનું ચિત્ત ક્ષણમાં સેવાકાર્યથી પાછું ફરે છે. જેના કામ અને જૈનધર્મની વૃદ્ધિ થાય એવા હેતુઓની પ્રવૃત્તિમાં નામરૂપની અવૃત્તિ તે હૃદયમાં રહેવી જ ન જોઈએ. સેવાધર્મને બદલે ભાનની ઇચ્છા રાખવાથી આરતિકારક શક્તિઓની પ્રગતિ થતી નથી. સમાજ, સંઘ, મડલ, ગરછ વગેરેની ઉન્નતિમાં પણ નિષ્કામપણે ભાગ લેઈ શકાતે નથી. “જૈન મહાસંઘની સેવામાં માનને અપમાન એ બે શું છે એનું કોઈ પણ જૈન વ્યક્તિને ભાન રહેવું ન જોઈએ.” જૈનસંધ માટે જે જે કાર્યો કરી શકાય તે કરવાં તે સ્વકીય ધાર્મિક ફરજ છે. એમ અવધીને માન અને અપમાનથી નિર્લેપ રહીને પ્રતિદિન સ્વફરજમાં પ્રવૃત્ત થવું જોઈએ. અપમાનથી જે મનુષ્ય ધાદિક ભાવમાં ગમગીન થઈ જાય છે, તે આ ન્નતિમાં અને અન્ય મનુષ્યને ઉન્નતિમાં સહાય આપવાને એક ક્ષણ માત્ર પણ સ્થિર રહી શકતે નથી. અપમાનની લાગણીવાળે મનુષ્ય ક્ષણમાં ફેંધી બને છે અને વૈર, ઝેર, ઈષ્ય. અને અપમાનને બદલે વાળવાની બુદ્ધિથી અનેક પ્રકારની સંધમાં વિક્ષેપ પડે એવી પ્રવૃત્તિ કરે છે. શરીરમાં નામમાં, રૂપમાં હું પણાની વૃત્તિના. દઢ સંસ્કારે પ્રવર્તે છે, ત્યાં સુધી માન અને અપમાનની લાગણી
For Private And Personal Use Only