________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
આવે તે એકઠાં કરવાની જરૂર છે. વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાથ સાધુઓ સાધ્વીઓ અને આચાર્યોએ એકઠા મળી ભૂતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘના બંધારણે સંબંધી ઉહાપોહ કરી તેમાં દેશકાલાનુસારે સુધારા-વધારે કરવું અને ઉત્તમ અગ્રગણ્ય માન્ય શ્રાવક અને શ્રાવિકાઓની સમ્મતિપૂર્વક બહાર પાડવાં. જ્યારે ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓને જેનકેમ સમજતી થશે અને તેના પ્રત્યેક બંધારણના કાયદા સંબંધી ન્યાયપૂર્વક દેશકાલાનુસાર ઘણી ચર્ચાઓ ચાલશે ત્યારે જેને કામમાં જાગૃતિ આવશે. અને પશ્ચાત્ ગચ્છ, સંઘ અને -ચતુર્વિધ સંઘની બેઠકે ભરવામાં આવશે; પશ્ચાત્ આચાર્યોના અધ્યક્ષપણું નીચે તે કાયદાઓને દ્રવ્ય ક્ષેત્રકાળભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદ માગે અમલમાં મૂકવામાં આવશે, ત્યારે જૈન ધર્મ રૂપ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થાપૂર્વક પ્રગતિ થશે. આચાર્યોનું ઉત્તમાંગ પૂર્ણ તાજું અને સુવ્યવસ્થિત થયા વિના અને આચાર્યની આજ્ઞા પ્રમાણે જેનેની ધર્મ પ્રવૃત્તિ થયા વિના તથા જૈનાચાર્યોમાં પરસ્પર અમુક બંધારણેએ સુલેહ સંપ થયા વિના જૈન સંઘનું બંધારણ સુવ્યવસ્થિત થવાનું નથી.
सर्वेऽपि यत्र नेतारः! सर्वेऽपि यत्र नायकाः ॥ सर्वे महत्त्वमिच्छति तद्वन्दमवसीदति ॥ १ ॥
જૈન કેમમાં ધર્મરાજ્યસત્તાના અધિપતિ તરીકે ગરછ ગચ્છના વર્તુલ તરીકે ભિન્નભિન્ન આચાર્ય અને જૈન મહાસંઘના અનંત વર્તુલના મુખ્ય તરીકે એક આચાર્યમંડળે મુખ્ય આચાર્ય અને જેનોમના ધર્મમાં વ્યાવહારિક કેટલીક બાબતમાં મહાસંઘમાન્ય એક સર્વ રીતે ઉત્તમ શેઠ વગેરેને નિમીને ભિન્ન ભિન્ન સર્વ અંગેની રક્ષા-વૃદ્ધિપુષ્ટિ કરે એવા ભિન્ન ભિન્ન
For Private And Personal Use Only