________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
જ
ગણતા
અને આ પ્રમાણે તિર્યંચાલુ ગ્રંથમાં
આ પ્રમાણે જીવવિચારાદિ પ્રકરણમાં અતિ પ્રસિદ્ધ પ૬૩ ભેદ કહ્યા છે, વળી શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં દેવના ૩૫૬ ભેદ કહ્યા છે, હેમાં ૧૦ ભુવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ પિશાચ, ૯ ભૂત, ૧૩ યક્ષ, ૭ રાક્ષસ, ૧૦ કિન્નર, ૧૦ કિપરૂપ, ૧૦ મહારગ, ૧૨ ગંધર્વ, ૮ વાણવ્યન્તર, ૧૦ તિર્થગાંભક, ૧૦ તિષી, ૩ કિબિષિક, ૯ કાતિક, ૧૨ કલ્પ, ૯ રૈવેયક, અને ૫ અનુ. ત્તર એ સર્વ મળી ૧૭૮ અપર્યાપ્ત અને ૧૭૮ પર્યાપ્ત ગણુતા ૩૫૬ ભેદ દેવના થાય છે. પણ ચાલુ ગ્રંથમાં ૧૮ ગણશે.
ઉપર પ્રમાણે તિર્યંચના ૪૮, નારકના ૧૪, મનુષ્યના ૩૦૩, અને દેવના ૧૯૮ એ સર્વ મળી જીવના ૫૬૩ ભેદ થયા.
(૧૮) ર્યા સ૬–ffછે એટલે તે તે વ્યાપારમાં પ્રવૃત્તિ કરવાની આત્માની રાતિ, પરભવમાં ઉત્પન્ન થતા આત્માને જીવનના નિર્વાહ માટે આહારગ્રહણદિ કાર્યો અવશ્ય કરવાં પડે છે, તે તેને આહારગ્રહણાદિ કાર્યો કરવાની શક્તિ પણ પ્રાપ્ત કરવી જોઈએ, તે શક્તિ આત્મા પરભવમાં ઉત્પન્ન થયા બાદ તુરતજ અનુક્રમે પ્રાપ્ત કરે છે તેને પણ કહેવામાં આવે છે.
શંકા–આત્મા શું શક્તિ રહિત છે કે જેથી આહારગ્રહણાદિ કાર્યો કરવામાં નવી શક્તિ પ્રાપ્ત કરવી પડે? અને આત્મા જે શક્તિ રહિત હોય તે તે કાર્યો કરવામાં નવી શક્તિવાળે કેવી રીતે થઈ શકે? કારણકે જે વસ્તુમાં જે સ્વભાવ નથી તે વસ્તુ માં તે સ્વભાવ કેઈપણ કાળે ન પ્રાપ્ત ન થાય.
ઉત્તર-અકર્મ આત્મા જે કે અનંત શક્તિવાળે છે અને તે આત્મિક વ્યાપાર એટલે જ્ઞાનાદિના ઉપગમાં સ્વતન્ત શક્તિવાળે છે, પરંતુ આહારગ્રહણ, શરીરરચના વિગેરે પાકલિક કાર્યોમાં સકર્મ આત્માની શક્તિ પુલના અવલંબનવાળી હોય છે, અને જે પુદ્ગલનું અવલંબન ન હોય તે સંસારી આત્મા તે તે પ્રકારનાં પલિક કાર્ય
૧ પર્યાપ્તિ એટલે સમાપ્તિ એ પણ અર્થ થાય.
For Private And Personal Use Only