________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ-ભારતકા ડંકા આલમમે) સંભવજિન પ્રતિમા શોભે છે, ભવિ જનના મનડા મહે છે: ફટિક રત્નનું ત્રિગડું છે સારું, સવિ લેકને લાગે છે મારું, ૧. શ્રેયાંસ સંભવની જેડી સરખીનીરખ નયણે હરખી હરખી; રત્નના સુમતિનાથ છે પ્યારા, બીજી બાજુ વાસુપૂજ્યજી સારી, ૨ શ્રીશતિ જિનેશ્વર સુખકારી, મહાવીર મૂર્તિ અતિ મનોહરી; બીજા પણ પ્રભુ શોભે સારા, ભવજનનાં દુ:ખડા હરનારા, ૩ જાણે દેવવિમાન આપ્યું છે. સુરતમાં તે પધરાવ્યું છે, ઘંટારવ ઘનનન વાજે છે, તેને નાદ ગગનમાં ગાજે છે. ૪ આબુ અષ્ટાપદ સમેતશિખર, ગિરનાર અને વળી સિદ્ધાચલ; તારંગા કેશરિયા પાવાપુર, પટ દેખ ભીની નજર કરી. ૫ તીર્થ ભાયણી ને કછ ભદ્રેસર, બાબુ બદ્રીદાસનું દેરાસર એમ અનેક પટો જ્યાં સોહે છે. દેખી યાત્રાએ મન મોહે છે. ૬ ત્રિમુખ યક્ષ ને માતા દુરિતા દેવી, રંગમંડપની પૂતળીઓ કેવી: જાણે પ્રભુભક્તિમાં રાચે છે, દેખી ભાવના હૈયા નાચે છે. ૭ પુષ્પ ચઢાવે જિનમંદિરમાં, શ્રી વીર જિદ શાસન પામી; સંભવજિન ગુણસ્તુતિ કરી, નમે ભક્તિથી શિર નામી. ૮ વિક્રમ બે હજાર તેરની સલે, અર્ધશતાબ્દી મહોત્સવ ઉજવાયે, જેઠ સુદી બીજને શુક્રવારે, ત્યાં આનંદ-મંગળ વરતા. ૯
૯૨
For Private And Personal Use Only